ISRO દ્વારા ઈલેકટ્રૉનિક ઈન્ટેલિજન્સ એમિસેટનું સફળ લૉન્ચિંગ

Contact News Publisher

નવી દિલ્હી, તા. 1 એપ્રિલ 2019 સોમવાર

અંતરિક્ષની દુનિયામાં સતત ઈતિહાસ રચનાર ભારતે આજે વધુ એક સફળતા મેળવી છે. ઈસરોએ સોમવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી સવારે 9.27 વાગે ભારતીય રૉકેટ પોલર સેટેલાઈટ લૉન્ચ વ્હીકલ દ્વારા ઈલેકટ્રૉનિક ઈન્ટેલિજન્સ ઉપગ્રહ, એમિસેટને લૉન્ચ કર્યુ.

સવારે 9.27 વાગે ઉડાન ભરવાના લગભગ 17 મિનિટ બાદ રૉકેટ 749 કિલોમીટર દૂર આવેલા કક્ષામાં 436 કિલોગ્રામના એમિસેટને પ્રક્ષેપિત કર્યુ. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ, સામરિક વિસ્તારોથી ઉપગ્રહોની માગ વધી રહી છે.

27 કલાકની ગણતરી થયા બાદ ઈસરોના વિશ્વસનીય પ્રક્ષેપણ યાન પીએસએલવી-ક્યૂએલના નવા પ્રકાર લગભગ 50 મીટર લાંબા રૉકેટને લગભગ 125 કિલોમીટર દૂર શ્રીહરિકોટાઅંતરિક્ષથી સાથે સવારે નવ વાગીને 27 મિનિટે લૉન્ચ કરવામાં આવ્યુ.

એમિસેટ ઉપગ્રહનો ઉદ્દેશ વિદ્યુત ચુંબકીય સ્પેક્ટ્રમને માપવાનો છે. ઈસરોના જણાવ્યા અનુસાર, પ્રક્ષેપણ માટે પ્રથમ તબક્કામાં ચાર સ્ટ્રેપ-ઑન મોટર્સથી લેસ પીએસએલવી-ક્યૂએલ રૉકેટના નવા પ્રકારનો ઉપયોગ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *