જયંતી ભાનુશાલી હત્યા કેસમાં આરોપીની બાઇક ઝડપાઈ, જાણો શું છે બાઇકનું કચ્છ કનેક્શન..

જયા રિહેબ સેન્ટર : કુદરતના પડકારને પડકરતું રિસર્ચ સેન્ટર..
January 10, 2019
જયંતીભાઈ હત્યા પ્રકરણ : આરોપીની બાઈક ભુજની ,SITને મળી સફળતા
January 10, 2019

જયંતી ભાનુશાલી હત્યા કેસમાં આરોપીની બાઇક ઝડપાઈ, જાણો શું છે બાઇકનું કચ્છ કનેક્શન..

બહુ ચર્ચિત જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં એક બાજુ પ્રત્યક્ષ સાક્ષી બે વખત પોતાનું નિવેદન બદલી રહ્યો છે તો બીજી બાજુ SITની ટિમ પૂર જોશમાં તપાસ ચલાવી રહી છે, આ વચ્ચે પોલીસને આ હત્યા કેસમાં ઉપયોગમાં લેવાયેલ બાઈક મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ બાઈક ભુજની હોવાનું જાણવા મળે છે. બાઈકના મૂળ માલિક સુધી પહોચવા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં અત્યાર સુધી 50 જેટલા લોકોના નિવેદન લેવાઈ ચૂક્યા છે અને 10 જેટલી ટીમો આ કેસ ની તપાસ ચલાવી રહી છે. વધુ વિગતો પોલીસની આગાળ ની તપાસ બાદ જ બહાર આવશે. તો બીજી તરફ ભાનુશાલી સમાજના અગ્રણી અને આ કેસમાં જેમના પર ફરિયાદ નોંધવાઈ છે તેમના એક છબીલ પટેલ અને જયંતિ ભાનુશાલી વચ્ચે મધ્યસ્થી કરાવનાર મનજીબાપુ એ તંત્રને ત્વરિત કાર્યવાહી કરવા કહી અને આક્રોશ વ્યક્ત કર્તા વધુમાં ઉમેર્યું હતું કે જો ત્વરિત કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભાનુશાલી સમાજ શાંત નહીં બેસે.

Share this:
error: Content is protected !!