ભુજ બાર એસોસિએશન વકીલોની વહારે : વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે અપાયું આવેદનપત્ર

મુંદ્રા તાલુકાના ભુજપુર ગામમાં અજીબ કિસ્સો સામે આવ્યો. બાબાસાહેબનું પૂતળું ચોર લઈ ગયા..
February 9, 2019
Maa News Live
February 11, 2019

ભુજ બાર એસોસિએશન વકીલોની વહારે : વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે અપાયું આવેદનપત્ર

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનશ્રી મનનકુમાર મિશ્રાનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતમાં વકીલોની પ્રાથમિક માંગ અને એમની ચિંતા વર્તમાન સરકાર કરે તે માટેનું આવેદનપત્ર દરેક જિલ્લા મથકે જિલ્લા સમાહર્તાને આપવામાં આવ્યું હતું.

ભુજ બાર એસોસિએશન નાં પ્રમુખ અને અન્ય સિનિયર અને જુનિયર વકીલો પણ આજે કચ્છ કલેકટર શ્રીમતિ રેમ્યા મોહનને આવેદનપત્ર પત્ર આપી વકીલોની માંગને ઉચ્ચસ્તરે પહોંચાડવા જણાવ્યું હતું.

શું છે આ આવેદનપત્ર અને શું છે વકીલોની માંગ ?  એક નજર કરીયે આવેદનપત્ર ઉપર…

માનનીય નરેન્દ્રભાઈ મોદીજી

વડાપ્રધાનશ્રી ,

ભારત સરકાર,

નવી દિલ્હી .

આવેદનપત્ર

=======

મહોદાય,

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનશ્રી મનનકુમાર મિશ્રા દ્વારા તારીખ ૨૨/૦૧/૨૦૧૯ ના રોજ આપશ્રીને સંબોધીને પત્ર લખેલ . જે સંદર્ભે તારીખ ૦૨/૦૨/૨૦૧૯ ના રોજ તમામ  રાજ્યની તમામ બાર કાઉન્સિલના સભ્યો ,હાઇકોર્ટ બાર એસોસિયેશનના સભ્યો , દિલ્હી બાર એસોસિયેશનની કો-ઓર્ડિનેશન કમિટીના સભ્યોની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના ઓડિટોરિયમ , ન્યુ દિલ્હી મુકામે સંયુક્ત મિટિંગ યોજાયેલ હતી. જેમાં ધરાશાસ્ત્રીઓના અને પક્ષકારોના કલ્યાણકારી પગલાં ભરવા માટે ચર્ચા/માંગણી કરવામાં આવેલ.

કેન્દ્ર સરકારશ્રી સમક્ષ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ની મુખ્ય માંગણી :-

(૧) દેશના તમામ વકીલો માટે ન્યાયાલય પરિસરમાં અથવા નજીકમાં વકીલ મિત્રો માટે વકીલભવન હોય ,વકીલો માટે પૂરતી બેઠક વ્યવસ્થા હોય,પુસ્તકાલય , ઇ-લાઈબ્રેરી , શૌચાલય વિગેરે ની વ્યવસ્થા હોય, મફત ઇન્ટરનેટ ની વ્યવસ્થા હોય,અસિલો માટે પૂરતી બેઠક વ્યવસ્થા હોય,સસ્તા દરની ખાવાપીવાની કેન્ટીન હોય.

(૨) નવા જરૂરિયાતમંદ વકીલો ને માસિક રૂ.૧૦,૦૦૦/- ( પાંચ વર્ષ સુધી ) આપવાની વ્યવસ્થા .

(૩) દેશના તમામ વકીલો તથા તેમના પરિવાર માટે જીવન વીમો , આકસ્મીક મૃત્યુ સમયે ઓછામાં ઓછું રૂપિયા પચાસ લાખ સુધીનું વળતર , વકીલો તેમજ તેમના પરિવાર માટે કોઈપણ બીમારીમાં સારી મફત સારવારની વ્યવસ્થા.

(૪) બધાજ અક્ષમ તેમજ વૃદ્ધ વકીલો માટે પેન્શન તથા પારિવારિક પેન્શનની વ્યવસ્થા.

(૫) લોક અદાલતો નું કાર્ય વકીલો ના કાર્યક્ષેત્રમાં હોય ન્યાયાલય ના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો ને આ કાર્યોથી દૂર રાખવામાં આવે.

(૬) દરેક જરૂરિયાતમંદ વકીલો ના રહેઠાણ ના ઘર બાંધવા  માટે યોગ્ય દરે જમીનની વ્યવસ્થા કરવામાં આવે.

(૭) દરેક ટ્રીબ્યુનલ , કમિશન વિગેરેમાં વકીલો ની નિયુક્તિ થાય ( કોર્ટના નિવૃત કર્મચારી તેમજ નિવૃત ન્યાયાધીશો ની નહીં ).

ઉપરોક્ત મંગણીના પરિપૂર્ણ કરવા સંદર્ભે કેન્દ્ર સરકાર વકીલોના કલ્યાણ માટે વાર્ષિક બજેટમાં દર વર્ષે રૂપિયા પચાસ હજાર કરોડ ની વ્યવસ્થા માટે પ્રસ્તાવ પ્રસાર કરવામાં આવે જેથી ઉપરની તમામ માંગણી પૂર્ણ થઈ શકે .

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વકીલોના કલ્યાણ માટે ઉપર મુજબની જે માંગણી કરી છે જેને અમારા (ભુજ બાર એસોસિએશન)બાર એસોસિયેશનનો સંપૂર્ણ ટેકો છે.

પ્રમુખ,

…..ભુજ………બાર એસોસિયેશન,..કચ્છ….જિલ્લા, ગુજરાત રાજ્ય.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : [email protected]
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

Share this:
error: Content is protected !!