કોંગ્રેસનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જેવી હિંમત આપણાં કચ્છનાં ધારાસભ્યોમાં દેખાશે ખરી ?

મુંદરાની સમઘોઘા આવેલી જિંન્દાલ કંપનીમાં લોઢું ભરેલું કેન તૂટતાં બે મજૂરીના મોત નિપજ્યાં છે..
February 16, 2019
HJD ઈન્સ્ટીટયુટ ખાતે આર્મી કોર્નરનું ઉદ્દઘાટન કરાયું, શહીદોને અંજલિ અપાઈ
February 17, 2019

કોંગ્રેસનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જેવી હિંમત આપણાં કચ્છનાં ધારાસભ્યોમાં દેખાશે ખરી ?

કહેવાય છે ને કે કોઈ સત્કાર્યો કે કોઈ પરોપકારી કાર્યો કરવા માટે ૫૬ ની છાતી જોઈએ (માત્ર કહેવા પૂરતી નહીં ) ,અને તો જ બીજા માટે કાર્ય થઈ શકે.

(ધારાસભ્ય ધવલસિંહ ઝાલા)

રાજકારણમાં પરોપકારી કાર્યો મેં કેટલું સ્થાન છે એ આપ સૌ જાણતાં હશો. ઉલ્ટું જે ભંડોળ આવે એમાંય ખાયકી કરવી આજના રાજકારણીઓની કુટેવ કહો કે પછી અધર્મ કહો , પણ લાગ આવે એટલે ભરષ્ટાચાર કરી લેવામાં આપણાં નેતાઓ હવે હોશિયાર થઈ ગયા છે.

પણ અત્યારે વાત કરવી છે એક એવા ધારાસભ્યની જેમણે ગુજરાત વિધાનસભાનાં બાકી બીજા ધારાસભ્યો માટે પણ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે (જોકે એમાં અમલ કેટલાં ધારાસભ્યો કરે છે એ જોવાનું રહ્યું.)

જોકે એક બીજી પણ કરી લઉં મૂળ વાત ઉપર આવતાં પહેલાં કે જ્યાં સેવા હોય ત્યાં રૂપિયાની અપેક્ષા ન હોવી જોઈએ , પણ અહીં તો ઉલ્ટું છે કે જેટલો પગાર ધારાસભ્યો અને સંસદસભ્યોને મળે છે એટલો તો કોઈ સામાન્ય વ્યક્તિ જીવનનાં અંત સુધી પણ કમાઈ ન શકે.

તેમ છતાં પગાર વધારો ચાલુ રહે છે, વધુ સવલતો મળ્યા કરે છે.

પણ હવે મૂળ વાત ઉપર આવું તો

તા. ૧૪ મી ફેબ્રુઆરી ,ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને દેશભરમાં કેન્ડલ માર્ચ અને મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે , ત્યારે અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ શહીદોના પરિવારોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી પોતાના ધારાસભ્ય તરીકેના   છેલ્લા ત્રણ પગાર શહીદોને નામ કર્યા હતા .

સાંભળીયે શું કહે છે ધવલસિંહ ઝાલા :

ધારાસભ્ય તરીકે ધવલ સિંહ પગાર લેતા ન હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી તેમનો છેલ્લા ત્રણ મહિનાઓનો પગાર શહીદ જવાનોના પરિવારોને અર્પણ કરવાની જાણ કરી હતી બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે, તે પોતાના ત્રણ પગાર શહીદોના પરિવારને આપશે.

અહીંયા આપણે એમ પણ નથી કહેતાં કે ધવલસિંહ ઝાલા જેમ અન્ય ધારાસભ્યો બિલકુલ પગાર લે જ નહીં (જો ન લે તો બહુ સારું ) , પણ જો પગાર લેતાં જ હોય તો પોતાનાં એક , બે , ત્રણ કે એથીય વધુ પગાર શહીદોનાં પરિવારને આપી સાચા અર્થમાં લોક પ્રતિનિધિ સાબિત થવું જોઈએ.

આશા રાખીએ કચ્છનાં ધારાસભ્યો પણ બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની જેમ આવી પરોપકારની હિંમત દાખવે.

(અહીં અક્ષયકુમારની પહેલ ને યાદ કરવી જ રહી

ક્લિક કરો આ લિંક અને શેર કરો.

મા આશાપુરા ન્યુઝ ,

કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : [email protected]
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

Share this:
error: Content is protected !!