વી સેલ્યુટ ઈન્ડિયન આર્મી , વંદેમાતરમની ગર્જના સાથે ગૂગલૂ ક્લબનાં બાળકોએ શહીદોને અંજલિ આપી

🔴 LIVE NEWS

માંડવી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ વિશે વધુ વિગતો આપતા મંગલ રબારીએ વાત કરી
February 20, 2019
Maa News Live
February 20, 2019

વી સેલ્યુટ ઈન્ડિયન આર્મી , વંદેમાતરમની ગર્જના સાથે ગૂગલૂ ક્લબનાં બાળકોએ શહીદોને અંજલિ આપી

જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં ૧૪ મી ફેબ્રુઆરીનાં રોજ અત્યાર સુધીનાં સૌથી ખતરનાક આતંકવાદી હુમલામાં શહીદ થયેલાં જવાનોને સમગ્ર દેશ વિરાંજલિ આપી રહ્યો છે , અને આ ધૃણાસ્પદ બનાવને સખત શબ્દોમાં વખોડી રહ્યો છે , ત્યારે દેશનાં નાનાં બાળકો પણ આ આતંકી ઘટના સામે રોષ પ્રગટ કરી રહયા છે.

વો જ રોષ ૧૮ મી ફેબ્રુઆરીનાં રોજ  ભુજની ભાગોળે આવેલ આવેલ ગૂગલૂ કલબ માધાપર ખાતે જોવા મળ્યો હતો , ગૂગલૂ કલબ માધાપરનાં બાળકોએ આતંકવાદ હાય હાય નાં નારા લગાવી સમગ્ર વિશ્વને પોતાનાં ભરડામાં લેવાનો વ્યર્થ પ્રત્યન કરતાં આતંકવાદી સંગઠનોને ગૂગલૂનાં બાળકોએ પોતાનાં નાનકડાં હાથની મજબૂત મુઠી વાળી અને જોશથી અવાજ કરી આતંકી હુમલા સામે રોષ વ્યકત કર્યો હતો.

ત્યાર બાદ પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલાં વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.” વી સેલ્યુટ ઈન્ડિયન આર્મી ” નાં બુલંદ અવાજથી “ગૂગલૂ કલબ માધાપર” નું પ્રાંગણ દેશભક્તિનાં રંગથી રંગાયું હતું ,

અંતમાં ” વંદેમાતરમ , વંદેમાતરમ” ની ગર્જના સાથે નાનાં બાળકોએ પોતે પણ જાણે ભારતની રક્ષા માટે તત્પર છે એવો સંદેશો પણ આપ્યો હતો.

આતંકવાદ સામે રોષ પ્રગટ કરતાં અને વીર શહીદોને અંજલિ આપતાં આ કાર્યક્રમમાં ” ગૂગલૂ કલબ માધાપર ” નાં બાળકો , ડાયરેક્ટર નીપા તન્ના , તેમજ સમસ્ત ગૂગલૂ કલબનાં સભ્યો હાજર રહ્યા હતાં.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : [email protected]
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

Share this:
error: Content is protected !!