અબડાસાના નુંધાતડ પાસે પાકિસ્તાની ડ્રોનને એરફોર્સે કર્યો ખતમ, પાકિસ્તાન તરફથી ચંચુપાત ચાલુ..

🔴 LIVE NEWS

જિલ્લાકક્ષાના સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૧૯નો ધાણેટીથી પ્રારંભ કરાવતા રાજયમંત્રી વાસણભાઈ આહિર
February 25, 2019
શું પાકિસ્તાને કચ્છ થી કરી યુદ્ધની શરૂઆત? અબડાસાના નુંધાતડ ગામે પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું..
February 26, 2019

અબડાસાના નુંધાતડ પાસે પાકિસ્તાની ડ્રોનને એરફોર્સે કર્યો ખતમ, પાકિસ્તાન તરફથી ચંચુપાત ચાલુ..

 

જમ્મુ કાશ્મીરમાં પૂલવામામાં થયેલ આંતકવાદી હુમલા ની આગ હજુ સમી નથી તેની વચ્ચે સરહદી જિલ્લો એવો કચ્છમાં પાકિસ્તાને હુમલો કરવાની કોશિસ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અબડાસા તાલુકાનાં નુંધાતડ વાડી વિસ્તારમાં પાકિસ્તાન તરફ થી કોઈ વિસ્ફોટક પદાર્થ છોડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. અબડાસાના કનકપર એરફોર્સ સ્ટેશને આ ડ્રોન સાથેના વિસ્ફોટક પદાર્થને મિસાઈલ થી આજે વહેલી સવારે ૬.૨૦ વાગ્યા આસપાસ ખતમ કરી નાખ્યું હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. હાલ જ્યારે સરહદ પર જંગનો માહોલ છે તેની વચ્ચે સરહદી જિલ્લા કચ્છમાં જાણે પાકિસ્તાને કચ્છ થી જંગ ની શરૂઆત કરી હોય તેવું બુદ્ધિજીવીઓ કહી રહ્યા છે. આ હુમલાને પગલે પ્રકૃતિએ પણ જાણે મૂડ બદલ્યો હોય તેવું પણ જોવા મળ્યું હતું અને કચ્છના ઘણા ખરા વિસ્તારોમાં વીજળીના ચમકારા પણ થયા હતા અને ઠેર ઠેર વરસાદી માહોલ પણ સર્જાયો હતો. હવે સંપૂર્ણ તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે પરંતુ હાલ એરફોર્સે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે તેમજ તપાસ આદરી છે અને માહોલ પર થી જરૂર એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન યુદ્ધની પૂરી તૈયારીમાં છે.

 

 

બીજી તરફ પાકિસ્તાન મીડિયા બીજી જ વાતો કરી..

પાકિસ્તાનની સેનાના પ્રવક્તા મેજન જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કર્યું કે મુઝફ્ફરાબાદ સૅક્ટરથી ભારતીય વિમાનોએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, જેની સામે પાકિસ્તાની સેનાએ તરત કાર્યવાહી કરી છે.

તેમણે ટ્વીટમાં લખ્યું, “ભારતીય વિમાનોના ઘૂસણખોરીના પ્રયાસ સામે પાકિસ્તાની વાયુ સેના દ્વારા તાત્કાલિક અને પ્રભાવક કામગીરી કરવામાં આવી, ત્યારબાદ એ લોકો ભાગવા લાગ્યા.”

“ભાગતી વખતે તેમણે કેટલાક બૉમ્બ વરસાવ્યા જે બાલાકોટની નજીક પડ્યા.”

આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન ન થયું હોવાનો પણ પાકિસ્તાનનો દાવો છે..

Share this:
error: Content is protected !!