પાકિસ્તાને જે રીતે પાયલોટ અભિનંદન સાથે વર્તન કર્યું તે નિયમ વિરુદ્ધ છે.

🔴 LIVE NEWS

અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા સાંઘી સિમેન્ટ ગેટ પર તા.૧/૩/૨૦૧૯ના રોજ ઉપવાસ પર..
February 27, 2019
કચ્છમાં અત્યાર સુધીમાં કુલ ૫.૨૨ કરોડ ઘાસનું વિતરણ કરાયું
February 28, 2019

પાકિસ્તાને જે રીતે પાયલોટ અભિનંદન સાથે વર્તન કર્યું તે નિયમ વિરુદ્ધ છે.

ઈજાગ્રસ્ત ભારતીય પાયલોટ અભિનંદન સૈનિકના પ્રદર્શનને ભારતે નિર્લ્લજ ગણાવ્યું હતું અને તેના આંતરરાષ્ટ્રીય માનવહિત કાયદા તથા જીનેવા કરારના ભંગ સમાન ગણાવ્યું હતું.

“કારગીલ યુદ્ધમાં ફ્લાઇટ લેફટનન્ટ કે. નચિકેતાનાં વિમાનને આવી જ રીતે મિસાઇલ વાગી હતી અને તેમને પાકિસ્તાન દ્વારા કબજે લેવામાં આવ્યા હતા.”

“પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય તેમને પરત કરવા માગતું હતું અને તે સમયે મીડિયાને હાજર રાખવાના અણસાર મળ્યા હતા.”

“એ સંજોગમાં મેં તેમનો કબજો લેવાનો ઇન્કાર કર્યો હતો.”

“જેનો મેં ઇન્કાર કર્યો. તત્કાલીન સરકાર તથા ભારતીય વાયુદળના વડાએ પણ મારા વલણનું સમર્થન કર્યું હતું.”

જી. પાર્થાસાર્થી કહે છે કે મીડિયામાં પાઇલટને દેખાડવા તથા તેમનો બાંધેલો હાથ દેખાડવો એ આંતરરાષ્ટ્રીય યુદ્ધનીતિની વિરુદ્ધ છે.

ભારત પાસે રહેલા વિકલ્પ

જી. પાર્થાસારથી કહે છે, “સરકારે આ અંગે નિર્ણય લેવાનો રહેશે. વાતચીત કરવી કે નહીં તે અંગે સરકારે નિર્ણય કરવાનો હોય છે.”

“તે આવતીકાલે સવારે પણ હોય શકે છે અને આગામી દિવસોમાં પણ હોય શકે છે.”

ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના રાજદૂતને બોલાવીને પાકિસ્તાનના કબજામાં રહેલા સૈનિકને પરત મોકલવાની માગ કરી હતી.

મંત્રાલયે કહ્યું છે કે ભારત દ્વારા અ-સૈન્ય અને બિનનાગરિક વિસ્તારોની ઉપર હુમલા કરવામાં આવ્યો હતો, જ્યારે પાકિસ્તાન દ્વારા ભારતના સૈન્ય મથકો પાસે હુમલા કરવાનો પ્રયાસ થયો હતો.

ઇજાગ્રસ્ત સૈનિકના પ્રદર્શનને ભારતે નિર્લ્લજ ગણાવ્યું હતું અને તેના આંતરરાષ્ટ્રીય માનવહિત કાયદા તથા જીનેવા કરારના ભંગ સમાન ગણાવ્યું હતું.

વર્ષ 1929માં જીનિવા સંધિ લાગુ થઈ હતી, જેને વર્ષ 1949માં બીજા વિશ્વયુદ્ધ બાદ તેની માર્ગદર્શિકાને બૃહદ બનાવવામાં આવી હતી.

જો યુદ્ધબંદી સાથે દુર્વ્યવહાર થાય અને તેને કંઈ થાય તો સ્થિતિ વકરી જાય, આથી આ સંધિ લાગુ કરવામાં આવી હતી.

‘પાકિસ્તાની મહેમાનગતિ’

વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની પૂછપરછનો વીડિયો પાકિસ્તાની સેનાના માહિતી અને પ્રસાર પ્રધાને પોસ્ટ કર્યો છે, જેમાં અભિનંદનને ચા પીતા દેખાડવામાં આવ્યા છે.

વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન પાકિસ્તાની સેનાની મહેમાનગતિ માટે આભાર માને છે.

વીડિયોમાં પાકિસ્તાની સેનાના મેજરને સંબોધિત કરતા તેઓ કહે છે, “ભારત જઈને પણ હું આ વાત જ કહીશ.”

વિંગ કમાન્ડર અભિનંદને હિંસક ભીડથી બચાવવા બદલ પાકિસ્તાની સેનાના કૅપ્ટનનો પણ આભાર માનતા જણાય છે અને કહે છે કે તેઓ મૂળતઃ દક્ષિણ ભારતના છે.

પાકિસ્તાની મેજર દ્વારા ‘ટાર્ગેટ્સ’, ‘તેઓ ક્યાંના છે?’, ‘કયું વિમાન ઉડાવી રહ્યા હતા?’, ‘તમારું ઍરબેઝ કયું હતું?’ વગેરે જેવા સવાલોનો જવાબ આપ્યો ન હતો.

અગાઉ પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના કબજામાં બે ભારતીય પાઇલટ છે, જેમાં એકની સૈન્ય હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

જોકે, બાદમાં તેમણે એક જ પાઇલટ હોવાની વાત કરી હતી અને વિંગ કમાન્ડર અભિનંદનનો વીડિયો રિલીઝ કર્યો હતો.

પાકિસ્તાનનું કહેવું છે કે સૈન્ય શિષ્ટાચાર પ્રમાણે તેમની સાથે વ્યવહાર થઈ રહ્યો છે.

બંધક અવસ્થામાં અધિકારી

વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની ઉંમર 35 વર્ષની છે.

આ પહેલાં વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનનો અન્ય એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેમની આંખ ઉપર પટ્ટી બાંધેલી હતી અને તેમના હાથ બાંધેલા હતા. તેમના ચહેરા ઉપર લોહી નીકળી રહ્યું હતું.

વીડિયોમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન જણાવે છે કે તેમનો ધર્મ હિંદુ છે અને તેમનો સર્વિસ નંબર 27981 છે.

પાકિસ્તાની સેનાના માહિતી અને પ્રસાર વિભાગ દ્વારા વિંગ કમાન્ડર અભિનંદન પાસે રહેલી રિવોલ્વર, મેપ તથા તેમના ચશ્માની તસવીરો મૂકી છે.

વિદેશ મંત્રાલયે અહીં પાકિસ્તાનના નાયબ હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને બોલાવ્યા હતા અને ભારતના લશ્કરી મથકો પર હુમલો કરવાના પાકિસ્તાનના હવાઈ દળના પ્રયાસ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

ભારતે પાકિસ્તાનને એમ પણ જણાવ્યું છે કે તે ભારતીય હવાઈ દળના એ પાઈલટને તત્કાળ મુક્ત કરે અને એને સહીસલામત રીતે ભારત પાછા મોકલે. આ પાઈલટ બુધવારે સવારે ભારતીય હવાઈ સીમાનો ભંગ કરનાર પાકિસ્તાની જેટ વિમાનો સામેની કામગીરી બાદ લાપતા થયા હતા.

પાકિસ્તાન લશ્કરે એક વિડિયો રિલીઝ કર્યો છે જેમાં એમણે એક પુરુષને આંખે પાટા બાંધેલો બતાવ્યો છે અને એને ભારતીય હવાઈ દળના વિન્ગ કમાન્ડર રેન્ક તરીકે ઓળખાવ્યો હતો અને એનો સર્વિસ નંબર પણ આપ્યો હતો. અમુક તસવીરોમાં, પાઈલટને ઈજાગ્રસ્ત બતાવાયા છે. ભારતે આ વિડિયો દર્શાવવા બદલ જોરદાર વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે પાકિસ્તાન સરકારે પાઈલટના વિડિયોનું વિકૃત રીતે પ્રદર્શન કર્યું છે

વિદેશ મંત્રાલયે રિલીઝ કરેલા એક નિવેદનમાં જણાવાયું છે કે પાકિસ્તાની લશ્કરે રિલીઝ કરેલો વિડિયો ભારતીય હવાઈ દળના ઈજાગ્રસ્ત જવાનનું વિકૃત રીતે પ્રદર્શન છે. આ હરકત તમામ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા તથા જિનેવા સમજૂતીના ભંગ સમાન છે.

આ વિન્ગ કમાન્ડર ભારતીય હવાઈ દળના કોમ્બેટ એર પેટ્રોલ (CAP)ના એક સભ્ય હતા. એ ટીમે આજે સવારે ભારતીય હવાઈ સીમાનું ઉલ્લંઘન કરનાર પાકિસ્તાની યુદ્ધવિમાનો સામે કાર્યવાહી કરી હતી.

ભારતના એક્શનથી રઘવાયા થયેલા પાકિસ્તાને બુધવારે વાયુસીમાનું ઉલ્લંઘન કરીને ભારતમાં એટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. બુધવારે સવારે પાકિસ્તાનના ત્રણ એરક્રાફ્ટ LoC પાર કરીને જ્યારે ભારતીય સીમામાં આવ્યા હતા ત્યારે તેમને ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જોકે, પાકિસ્તાની એરક્રાફ્ટને પાછા ખડેદતી વખતે ભારતીય વાયુસેનાનું એક વિમાન અને એક પાયલટ ગૂમ થયુ છે. જે અંગે પાકિસ્તાન દાવો કરી રહ્યુ છે કે, તે પાયલટને તેમણે કસ્ટડીમાં લીધો છે. પરંતુ, પાયલટને લઈને પાકિસ્તાની સેના એક સફેદ જુઠ્ઠાણું પણ બોલી છે.

આ એટેક બાદ પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે જણાવ્યુ હતુ કે, અમારો પ્લાન ભારતીય સેનાના આ નાગરિકને નુકસાન પહોંચાડવાનું નહોતુ. તેણે કહ્યુ હતુ કે, જ્યારે અમે અમારા ટાર્ગેટ લઈ લીધા તો ભારતીય વાયુસેનાના બે વિમાન લાઈન ઓફ કંટ્રોલ ક્રોસ કરીને પાકિસ્તાનની હદમાં આવી ગયા, જેના પર પાકિસ્તાની વાયુસેનાએ એટેક કર્યો અને તેમણે વિમાનને તોડી પાડ્યા.

આસિફ ગફૂરે જણાવ્યુ હતુ કે, આ બંને વિમાનોમાંથી એકનો કાટમાળ પાકિસ્તાનની સરહદમાં પડ્યો, જ્યારે બીજું વિમાન ભારતીય સીમામાં ધ્વસ્ત થયુ. તેની સાથે જ આસિફ ગફૂરે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે બે પાયલટને કસ્ટડીમાં લીધા છે.

પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ હવે ખૂબ જ બેશરમીપૂર્વક પોતાના જ નિવેદનને ખોટું ઠેરવ્યુ છે. મેજર જનરલ આસિફ ગફુરે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, પાકિસ્તાની કસ્ટડીમાં માત્ર એક જ પાયલટ છે. તેણે જણાવ્યુ હતુ કે, વિંગ કમાન્ડર અભિનંદન અમારી કસ્ટડીમાં છે અને તેની સાથે મિલેટ્રીના નિયમોનું ધ્યાન રાખીને વર્તન કરવામાં આવી રહ્યુ છે.

ભારતે કરેલી એર સ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલુ યુધ્ધ જેવી પરિસ્થિતિમાં પાક મીડિયા અને પાકિસ્તાની સેનાએ ભારતના પાયલોટને જીવતો પકડ્યો હોવાનો દાવો કર્યો છે. આ પાયલોટ મિગ-21 બાયસન વિમાન ઉડાવતો હોવાનુ પણ કહેવાયુ છે.

આ અંગેનો એક વિડિયો પાક મીડિયા દ્વારા શેર કરવામાં આવી રહયો છે.જેમાં પકડાયેલા પાયલોટની આંખે પાટો બાંધવામાં આવ્યો છે અને તેને પૂછવામાં આવેલા પ્રશ્નમાં તેણે પોતાની ઓળખ અભિનંદન તરીકે આપી છે.

વીડિયોમાં તે તે કહે છે કે હું વિંગ કમાન્ડર અભિનંદન છું અને મારો સર્વિસ નંબર 27981 છે. હું ફાઈટર પાયલોટ છું. પાક મીડિયાએ પાકિસ્તાની સેનાના પ્રવક્તાને ટાંકીને કહ્યુ છે કે પકડાયેલા પાયલોટ સાથે કોઈ જાતની ગેરતવર્તણૂંક કરવામાં નહી આવે. કાયદા પ્રમાણે જે કાર્યવાહી કરવાની હોય છે તે કાર્યવાહી કરાશે. જોકે ભારત સરકાર અને ભારતીય વાયુસેનાએ આ ખબરોને હજી સમર્થન આપ્યુ નથી.

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સૈન્યના કપડા પહેરાલા જવાનને પાકિસ્તાનના નાગરિક મારી રહ્યાં છે અને પાકિસ્તાની સૈના જવાનને બચાવી રહ્યાં છે. જોકે, ભારત સરકારે વીડિયોમાં રહેલો જવાન ભારતનો છે કે નહીં તે અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિદેન જાહેર કર્યું નથી. આવું કૃત્ય બહાર આવ્યા બાદ પાકિસ્તાન સામે ભારત ઇન્ટરનેશનલ લેવલે રજુઆત કરીને પાકિસ્તાનને વધુ નીચે સુધી દબાવી શકશે.

શું કહે છે યુદ્ધ કેદી માટે નિયમ

આંતરરાષ્ટ્રીય જિનિવા સંધિમાં યુદ્ધ કેદીઓ માટે નિયમ બનાવવામાં આવ્યાં છે. તેના અંતર્ગત યુદ્ધ કેદીઓને ડરાવવા-ધમકાવવાનું કામ કે તેને અપમાનિત કરી શકાય નહીં. યુદ્ધ કેદીઓને લઇને જનતામાં ઉત્સુકતા ઉભી કરી શકાતી નથી.

જિનિવા સંધિ અનુસાર યુદ્ધ કેદીઓ પર કેસ ચલાવી શકાય અથવા તેને યુદ્ધ બાદ તેને છોડી મુકવામાં આવે. કોઇ સૈનિકની બીજા દેશમાં ધરપકડ બાદ પોતાનું નામ, સૈન્યમાં હોદ્દો અને નબંર જણાવવાની જોગવા કરવામાં આવી છે.

જોકે, કેટલાક દેશોએ જિનિવા સંધિનું ઉલ્લંઘન પણ કર્યું છે. જિનિવા સંધિ બીજા વિશ્વ યુદ્ધ બાદ 1949માં તૈયાર કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતું યુદ્ધ સમયે માનવીય મુલ્યોને કાયમ રાખવા માટે કાયદો તૈયાર રાખવાનું હતું.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : [email protected]
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Share this:
error: Content is protected !!