કચ્છમાં બોર્ડની પરીક્ષામાં તંત્ર સજ્જ ,એસએસસી પરીક્ષાના ત્રણ ઝોન અને એચ.એસ.સી ના બે ઝોન : લોકેટર એપ આશિર્વાદરૂપ

માંડવી તાલુકાના દેઢિયા ખાતે આદિનાથ દાદાના નુતન જિનાલયનો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો…
March 5, 2019
અબડાસા ધારાસભ્ય પી એમ જાડેજા સાથે વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા..
March 5, 2019

કચ્છમાં બોર્ડની પરીક્ષામાં તંત્ર સજ્જ ,એસએસસી પરીક્ષાના ત્રણ ઝોન અને એચ.એસ.સી ના બે ઝોન : લોકેટર એપ આશિર્વાદરૂપ

એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓ સમગ્ર ગુજરાતમાં લેવાનાર છે ત્યારે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી તરફથી મળેલી માહિતી અનુસાર શિક્ષણ તંત્ર પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર છે .

આગામી તારીખ ૭મી માર્ચ થી લેવાનારી બોર્ડની પરીક્ષા માટે પાંચ ઝોન તૈયાર કરવામાં આવ્યા છે ત્રણ ઝોન એસ.એસ.સી પરીક્ષા માટે અને બે ઝોન એચ.એસ.સી માટે કાર્યરત થશે તમામ ઝોન માટેની સ્ટેશનરી પ્રશ્નપત્રો વિગેરેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે ધોરણ10 માટે ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ભુજ, cgi school ગાંધીધામ અને શેઠ k.v. school નખત્રાણા ખાતે રૂમની વ્યવસ્થા રખાઈ છે તો એચ.એસ.સી માટે s.v.p. high school ગાંધીધામ ખાતે રૂમની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તમામ ઝોન અને પરીક્ષા કેન્દ્રો ખાતે રૂટ સાથેના પોલીસ બંદોબસ્ત માટે પશ્ચિમ કાચ એસપી તેમજ પૂર્વ કચેરીને લેખિત જાણ કરી પરીક્ષાના સમયપત્રક અને તમામ ડેટા મોકલી આપવામાં આવેલ છે સમગ્ર જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા દરમ્યાન વિના વિક્ષેપે વીજ પુરવઠો મળી રહે તે માટે પીજીવીસીએલ અને ગેટકોના અધિક્ષક ઈજનેરને પણ જાણ કરી દેવામાં આવી છે મેડિકલ ઈમરજન્સી માટે જિલ્લાના આરોગ્ય અધિકારીને પણ જાણ કરી દેવાઇ છે .

અને ફોન કોલ મેડિકલ સુવિધા માટે પણ જાણ કરી દેવાઇ છે પરીક્ષા દરમિયાન એસ.ટી.ના રૂટ નિયમિત ચાલે જેથી પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચે તે માટે એસટી વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે .

સમગ્ર જિલ્લામાં ધોરણ10ના કુલ ૩૪ હજાર 861 ધોરણ 12 સામાન્ય પ્રવાહના 13730 અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના 1570 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ 12 ધોરણ 10 માટે કુલ ૩૨ કેન્દ્ર 135 પરીક્ષા સ્થળ અને 1387 બ્લોગ છે જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માટે 13 કેન્દ્રો 56 પરીક્ષા સ્થળ તેમજ 454 બ્લોક છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે કુલ ચાર કેન્દ્રો 10 પરીક્ષા સ્થળ સાથે ૮૪ બ્લોક છે.

સંવેદનશીલ અને અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર પર એસ.આર.પી.ની વ્યવસ્થા ગોઠવાઇ ચૂકી છે સંવેદનશીલ કેન્દ્રોમાં ભચાઉ સામખિયાળી અને આડેસર ત્રણ કેન્દ્રોનો સમાવેશ થાય છે અતિસંવેદનશીલ કેન્દ્રમાં અતિસંવેદનશીલ કેન્દ્રમાં રાપર કેન્દ્રનો સમાવેશ થાય છે .

ત્યારે અન્ય સમાચાર એ પણ છે સીબીએસસીની બોર્ડની પરીક્ષાઓને પરીક્ષા કેન્દ્ર શોધવા માટે પરેશાની નહીં થાય લોકેટર લોકેટર એપથી પરીક્ષા કેન્દ્રની માહિતી વિદ્યાર્થીઓ મેળવી શકશે આગામી ૭મી માર્ચ થી બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે સમગ્ર ગુજરાતમાં પરીક્ષાની તૈયારીઓમાં તંત્રને વિદ્યાર્થીઓ સાથે વાલીઓ લાગી ગયા છે ત્યારે પરીક્ષાઓ લેવા માટે વિદ્યાર્થીઓને મોટેભાગે બીજી શાળાઓમાં પરીક્ષા આપવા માટે જવાનું હોય છે ઘણીવાર શાળાની ચોક્કસ માહિતી ન હોતા કે શાળા શોધવામાં તકલીફ પડતા વિદ્યાર્થી પરીક્ષા માટે ક્યારેક મોડો પર પડી શકે છે આ સમસ્યાને ધ્યાને લઇ સીબીએસસી દ્વારા હાલમાં જ એક્ઝામ લોકેટર એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે એપ્લિકેશનની મદદથી વિદ્યાર્થી તેમજ વાલીઓ પહેલાથી જ પરીક્ષા કેન્દ્ર શોધીને પહોંચી શકશે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર શોધવામાં વધુ તકલીફ ન પડે તે માટે આ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે એકઝામ locator એપ વિદ્યાર્થીની gps location સર્ચ કરીને વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે એક્ઝામ લોકેટર એપને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે ત્યારબાદ વિદ્યાર્થીનો એનરોલમેન્ટ નંબર ઉમેરતા કેન્દ્રનો સાચો અને સમય બચાવતો રસ્તો બતાવવામાં આવશે .

એનરોલમેન્ટ નંબર એપ માં ઉમેરતા જીપીએસની મદદથી વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર સુધી આસાનીથી પહોંચી શકશે.

અહેવાલ :

દિલીપ ગજ્જર .

મા આશાપુરા ન્યૂઝ ભુજ કચ્છ.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : [email protected]
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Share this:
error: Content is protected !!