વરાડિયા ડબલ મર્ડર કેસને ઉકેલતી કોઠારા પોલીસ

🔴 LIVE NEWS

જિલ્લા પંચાયત icds વિભાગ દ્વારા આંગણવાડીની બહેનોને સાથે રાખી પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી..
March 9, 2019
મુન્દ્રામાં મંગલેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી આરંભ થયો..
March 9, 2019

વરાડિયા ડબલ મર્ડર કેસને ઉકેલતી કોઠારા પોલીસ

વરાડીયા  ગામે થયેલ ડબલ મર્ડર કેસ અનુસંધાને કોઠારા પોલીસ સ્ટેશને શકમંદ ઈસમોની તપાસ કરી મોબાઇલ ટાવર લોકેશન તથા સી.ડી.આર. કોલ રેકર્ડ ની મદદથી આરોપીઓ ૧ લતિફ્છા ઉર્ફે આધાયો કાસમછા પીરજાદા ઉ.વ. ૩૨ રહે આમરવાંઢ તા અબડાસા તથા ૨ સુલેમાન હસન મધરા ઉ.વ ૨ રહે વરાડીયા તા અબડાસા ૩ સલિમ મુસા મેમણ ઉ.વ ૨૨ રહે વરાડિયા તથા ૪ સલિમ ઉમર મંધરા ઉ.વ ૧૯ રહે કાળા તળાવ તા અબડાસા વાળાઓને અટક કરવામાં આવેલ છે.

અને કામેનો આરોપી સુલેમાન હસણ મંધરા જે મરણજનાર રુકશાના ઇબ્રાહિમ મંધરા નો ફોઇ નો દીકરો ભાઈ થતો હોય મરણજનાર રૂકશાના તથા ઇશક આમદ મંધરા રહે બંને વરાડીયા વાળા વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી પ્રેમ સબંધ હોય

જે બાબતેનું મન દુખ રાખી આરોપીઓ એક સંપ કરી પૂર્વ આયોજિત કાવતરું રચી તા ૦૫/૦૩/૨૦૧૯ ના બપોરના ભાગે મરણ જનાર બંને જનાઓ આરોપી સુલેમાન હસણ મંધરા ની વાડી જે વરાડીયા ગામની સીમમાં આવેલ હોય

ત્યાં આરોપીઓ પહોચી મરણજનાર ને છરી વડે ગંભીર પ્રકારની ઇજાઓ પહોચાડી મોત નીપજવેલ અને નાસી ગયેલ આરોપીઓને તા ૦૯/૦૩/૨૦૧૯ ના રોજ ૧૭:૦૦ વાગ્યે અટક કરવામાં આવેલ છે

 

સ્ટોરી બાય : જગદીશ રમેશભાઈ ભાનુશાલી નલિયા

Share this:
error: Content is protected !!