ભુજ નગરપાલિકાની વોર્ડન. ૬ ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૌમિક વછરાજાની ની જીત

🔴 LIVE NEWS

ભુજ શહેરની એન્જીનિયરીંગ કોલેજના કેમ્પસમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ રૂ.૧,૫૪૦૦૦ની ચોરી કરી હતી..
March 11, 2019
#2019_election સત્તાનું પુનરાવર્તન કે પરિવર્તન ? #12_march
March 12, 2019

ભુજ નગરપાલિકાની વોર્ડન. ૬ ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૌમિક વછરાજાની ની જીત

ભુજ વોર્ડ નંબર વોર્ડ નંબર ૬ ની પેટા ચૂંટણીમાં ભાજપના ભૌમિક વછરાજાનીની 1926ની લીડ થી જીત  .  કોંગ્રેસના ઉમેદવાર ચેતન શાહને પરાજય આપ્યો છે. ભાજપના ઉમેદવાર તરીકે ભૌમિક વચ્છરાજાનીએ અપેક્ષા પ્રમાણે શ્રેષ્ઠ દેખાવ કરીને મતે જીત મેળવી લીધી હતી. સમર્થકો અને  પાર્ટીના હોદેદારોમાં  ઉત્સાહ જોવા મડ્યો ભુજ નગરપાલિકાની વોર્ડન. ૬ ના પરિણામ દરમ્યાન કુલ ૧૩ બુથની મતગણતરી ચડાવ ઉતારભરી રહી હતી. શરૂઆતમાં પાટવાડીગેટ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર ચેતન શાહ ને સારા એવા મત મળ્યા હતા. પરંતુ ભાજપના ભૌમિક વચ્છરાજાની શરૂઆત થી જ આગળ રહ્યા હતા. તેમને કુલ ૩૪૩૫ મત મેળવ્યા હતા. તો, જૈન વિસ્તારોમાં પણ બહુમતી રહી હતી. તો, લોહાણા સમાજની પત્રિકા અને કલીપ ની અસર પણ ક્યાંય વરતાઈ નહોતી. શરૂઆતમાં કોંગ્રેસની બહુમતી વાળા બુથની ગણતરી પુરી થઈ ગયા પછી જે રીતે ભૌમિક વચ્છરાજાની ની લીડ યથાવત રહી હતી તે જોતાં ભાજપની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. મતગણતરી દરમ્યાન કોંગ્રેસ તરફે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને ભાજપ તરફે આ ચૂંટણી માં ભાજપના ઉમેદવાર ભૌમિક વચ્છરાજાની સામે ભાજપના જ નેતાઓની નારાજગી સામે ગોડ ફાધર તરીકે ઉભરી આવેલા જગત વ્યાસ સતત હાજર હતા.

Share this:
error: Content is protected !!