ભુજના કેરા ગામના સરપંચે જ સામે ચાલીને સભ્યને માર માર્યો ? સીસીટીવી ફૂટેજ સામે આવતા ખળભડાટ..

🔴 LIVE NEWS

કેરા સરપંચ અને સભ્ય વચ્ચે થયેલી મારમારીનો સીસીટીવી વિડીયો આવ્યો સામે..
March 12, 2019
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ની પ્રક્રિયા અને કચ્છમાં ચૂંટણીને લઈને તંત્ર કેટલું સાવધૂ છે..
March 12, 2019

ભુજના કેરા ગામના સરપંચે જ સામે ચાલીને સભ્યને માર માર્યો ? સીસીટીવી ફૂટેજ સામે આવતા ખળભડાટ..

તા. 11-3-2019 ના રોજ કેરા ગામ ના સરપંચ અને સભ્ય વચ્ચે થયેલ મારમારીમાં બંને પક્ષો એ એકબીજા સામે આક્ષેપો કર્યા હતા અને બંને જણા ભુજ ની જી.કે. જનરલ ખાતે સારવાર હેઠળ હતા. જી.કે. જનરલ હોસ્પિટલ માંથી મળતી માહિતી અનુસાર આજે એટ્લે કે તા. 12-3-2019 ના રોજ બંને ને હોસ્પિટલ માંથી રજા આપી દેવાઈ છે. પરંતુ આ બધા વચ્ચે માં ન્યૂઝ ને એક સીસીટીવી ફૂટેજ મળ્યા છે જેમાં એવું પ્રતિત્ત થઈ રહ્યું છે કે કેરા ગામ ના સરપંચ દિનેશ મહેશ્વરી ખુદ સામે થી જઈ ને કેરા ગ્રામ પંચાયતના સભ્ય મુકેશને માર મારવા આવતા હોય. મા ન્યૂઝ દ્વારા ગઈ કાલે જ બંને ઇજાગ્રસ્તોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા જેમાં બંને ના જે કપડાં દેખાઈ આવે છે તે જ કપડાં આ વિડિયોમાં પણ બંને શખ્સોએ પહેર્યા છે તે દેખાઈ આવે છે. પરંતુ પ્રાથમિક તબકે તો એજ લાગી રહ્યું છે અને વિશ્વસ્નિય સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર પણ એજ જાણવા મળી રહ્યું છે કે આ મારમારી નો વિડીયો દિનેશ મહેશ્વરી અને મુકેશ વચ્ચેનો જ છે. આપ પણ આ વિડીયો જોઈ ને જાણી શકો છો કે શું છે સત્ય હકીકત. આ વચ્ચે મા ન્યૂઝની ટીમ દ્વારા કેરના સરપંચ દિનેશ મહેશ્વરી નો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ તેમનો મોબાઈલ ફોન બંધ આવ્યો હતો જેથી તેમના થી સંપર્ક સાધી શકાયો નથી.

 

 

Share this:
error: Content is protected !!