કચ્‍છમાં ૩૮૫ ઢોરવાડા ખુલ્‍યાંઃ રરપ ઘાસડેપો કાર્યરત

🔴 LIVE NEWS

જાયન્ટસ ગ્રૂપ ઓફ ભુજ અને જાયન્ટસ ગ્રૂપ ઓફ ભુજ સાહેલી દ્વારા કિડની બચાવો, જીવન બચાવો કાર્યક્રમ..
March 15, 2019
માંડવી તાલુકાનાં ગઢશીશા ગામે ગ્રામપંચાયતની મંજૂરી વિના બાયો ડીઝલ પેટ્રોલ પંપ થતું હોવાની રાવ..
March 15, 2019

કચ્‍છમાં ૩૮૫ ઢોરવાડા ખુલ્‍યાંઃ રરપ ઘાસડેપો કાર્યરત

કચ્‍છમાં ૩૮૫ ઢોરવાડા ખુલ્‍યાંઃ રરપ ઘાસડેપો કાર્યરત

તંત્ર દ્વારા કચ્‍છમાં ૯૯૩૧ ઘાસકાર્ડ પરત જમા લેવાયાં

ભુજ,શુક્રવારઃ

    કચ્‍છમાં અછતની પરિસ્‍થિતિમાં પશુધનના નિભાવ માટે અત્‍યાર સુધીમાં ૩૮૫ ઢોરવાડા ખોલવામાં આવ્‍યાં છે. આ અંગેની અછત શાખામાંથી પ્રાપ્‍ત વિગતો અનુસાર અબડાસા તાલુકામાં ૬૪, લખપતમાં ૬૨, નખત્રાણામાં ૪૩, મુંદરામાં ૧૨, માંડવીમાં ૧૪, ભુજ તાલુકામાં સૌથી વધુ ૧૫૨, અંજારમાં ૨૯ અને ભચાઉ તાલુકામાં ૯ ઘાસડેપો હાલમાં કાર્યરત હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત કચ્‍છમાં હાલમાં રરપ જેટલાં ઘાસડેપો છે. જેમાં અબડાસા તાલુકામાં ૨૩, લખપતમાં ૧૮, નખત્રાણામાં ૨૪, મુંદરામાં ૮, માંડવીમાં ૧૦, ભુજ તાલુકામાં સૌથી વધુ ૭૮, ગાંધીધામ તાલુકામાં ૧, અંજારમાં ૧૫, ભચાઉ તાલુકામાં ૧૮ અને રાપર તાલુકામાં ૩૦ ઘાસડેપો મળી ૨૨૫ ઘાસડેપો ઉપર ૧,૦૭,૩૩૬ ઘાસકાર્ડ દ્વારા રાહતદરે ઘાસનું પશુપાલકોને વિતરણ કરાઇ રહયું છે. ચાલુ માસમાં ૧૪ દિવસમાં ૧૧ જેટલી રેલ્વે રેક દ્વારા ૩૬ લાખ કીલો જયારે બાયરોડ ટ્રાન્સપોર્ટેશન દ્વારા ૨૬ લાખ કીલો ઘાસ કચ્છમાં આવી પહોંચ્યું છે.

કચ્‍છમાં મોટા પાયે કેટલ કેમ્‍પ ખોલવામાં આવતા જે-તે વિસ્‍તારમાં પશુપાલકોના પશુઓનો ઢોરવાડામાં સમાવેશ કરવામાં આવતાં હોવાથી ૯,૯૩૧ જેટલાં ઘાસકાર્ડ અત્‍યાર સુધી પરત જમા લેવામાં આવ્‍યાં હોવાનું પણ અછત શાખા દ્વારા જણાવાયું છે.

અબડાસા તાલુકામાં અત્‍યાર સુધીમાં ૧૯૯૭ ઘાસકાર્ડ પરત જમા લેવામાં આવ્‍યાં છે. તેવી જ રીતે લખપત તાલુકામાં ૨૮૭૪, નખત્રાણામાં ૭૪૦, મુંદરા, માંડવીમાં ૩૩૩ જેટલાં ઘાસકાર્ડ રદ્દ કરવામાં આવ્‍યાં છે.  ભુજ તાલુકામાં પણ ૨૦૭૯ જેટલાં ઘાસકાર્ડ રદ્દ થયા હોવાનું અછત શાખાએ જણાવ્‍યું છે. જયારે અંજાર તાલુકામાં ૧૦૭૬, ભચાઉ તાલુકામાં ૧૦૨ અને રાપર તાલુકામાં ૨૬ જેટલાં ઘાસકાર્ડ પરત જમા લેવામાં આવ્‍યાં છે.

કચ્‍છમાં હાલમાં ૨૨૫ ઘાસડેપો ઉપર હાલમાં ૧,૦૭,૩૩૬ ઘાસકાર્ડ દ્વારા જિલ્‍લામાં ઘાસનું પશુપાલકોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અબડાસામાં ૧૧,૭૪૩ ઘાસકાર્ડ, લખપત તાલુકામાં ૭૭૮૬ ઘાસકાર્ડ, નખત્રાણામાં ૧૧,૮૨૧ ઘાસકાર્ડ, મુંદરામાં ૫૫૭૧ ઘાસકાર્ડ, માંડવીમાં ૭૪૬૦ ઘાસકાર્ડ આપવામાં આવ્‍યાં છે.
    ભુજ તાલુકામાં સૌથી વધુ ૨૩,૦૭૭ ઘાસકાર્ડ બનાવવામાં આવ્‍યાં છે. ગાંધીધામમાં ૯૫૬ ઘાસકાર્ડ છે. અંજાર તાલુકામાં ૮૦૭૭ ઘાસકાર્ડ,ભચાઉ તાલુકામાં ૧૦,૧૧૫ ઘાસકાર્ડ જયારે રાપર તાલુકામાં ૨૦૭૩૦ ઘાસકાર્ડ દ્વારા ઘાસનું વિતરણ કરાઇ રહયું છે, તેમ અછત શાખા દ્વારા જણાવાયું છે.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : [email protected]
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Share this:
error: Content is protected !!