*_ભુજ મહાવીરનગર ખાતેથી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો પકડતી એલ.સી.બી.*

Contact News Publisher

*_ભુજ મહાવીરનગર ખાતેથી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો પકડતી એલ.સી.બી.*
પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડાના માર્ગદર્શન અને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર .પંચાલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાણા નાઓની સુચનાથી એલ.સી.બી. સ્ટાફના માણસોને બાતમી રાહે મળેલ ખાનગી હકિકત આધારે આરોપી *_હિતેશ દેવગર ગોસ્વામી,ઉ.વ.૩૧,રહે. મ.ન.૨૦૨, પ્રશાંતપાર્ક-૨, મહાવીરનગર, ભુજ_* વાળાના રહેણાંક મકાનમાં રેઇડ કરી મકાનમાં ઝડતી તપાસ કરતા *_(૧) પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કીની બોટલ નંગ-૧૬૮ (ર ) રોયલ સ્ટેગ વ્હીસ્કીની બોટલ નંગ-૧૮ (૩)ઇમ્પીરીયલ બ્લુ વ્હીસ્કીની બોટલ નંગ-૨૪ (૪) મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલ નંગ-૨૩ (૫) બ્લેન્ડર પ્રાઇડ રેર પ્રીમીયમ વ્હીસ્કીની બોટલ નંગ-૩ (૬) સિગ્નેચર રેર એજ્ડ વ્હીસ્કીની બોટલ નંગ-૬ (૭) ક્રેઝી રોમીયો વ્હીસ્કીના કવાટરીયા નંગ-૧૦૦ મળી કુલ્લે રૂા. ૯૬,૦૫૦/-_* નો વેચાણ અર્થે રાખી તથા મોબાઇલ ફોન નંગ-૧, કિં.રૂા.૫૦૦/- તથા રોકડા રૂપિયા ૧,૧૦૦/- મળી *_કુલ્લે રૂા. ૯૭,૬૫૦/-_* ના મુદ્દામાલ સાથે મળી આવતા અને તેની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા આ તમામ દારૂનો જથ્થો આરોપી *_કુલદિપસિંહ લખપતસિંહ ઝાલા રહે,જુની રાવલવાડી ભુજ_* વાળા પાસેથી લીધેલ હોવાની કબુલાત કરેલ હોય બન્ને ઇસમો સામે ભુજ શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહિબીશન ધારા તળે ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.

– તસવીર અને અહેવાલ : કિરણ ગોરી
*મા આશાપુરા ન્યુઝ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *