ખત્રી તળાવ પાસેના મૃત પશુઓના અહેવાલ ને કારણે તંત્ર દોડતું થયું, જુઓ વાસ્તવિકતા..

Contact News Publisher

મા આશાપુરા ન્યુઝની ટીમ ને આજે એક જાગ્રત નાગરિકે 250 થી 300 ગાયો મૃત હાલતમા ખત્રી તળાવ પાસે પળેલી છે તેવી ફોનમાં આપેલી માહિતીને અનુલક્ષીને મા ન્યુઝની ટીમ તાત્કાલિક સ્થળ પર મુલાકાત લેવા પહોચી હતી અને ત્યાં દ્રશ્યો જોતાં 300 થી વધુ ગાયોના મૃતદેહો જોવા મળ્યા હતાં જેની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ જગ્યા બાંભની જગ્યા છે અને અહી આસપાસના ગામોમાં મૃત્યુ પામતા પશુઓનો નિકાલ કરવામાં આવે છે. પરંતુ મા ન્યુઝની ટીમે જ્યારે સમગ્ર જગ્યાની મુલાકાત લીધી ત્યારે લગભગ 70 ટકાથી વધુ ગાયોના મોત પ્લાસ્ટિક ખાવાથી થયા હોવાનું જણાયું હતું. આ સમગ્ર બાબતે મા આશાપુરા ન્યુઝની ટીમ દ્વારા કચ્છ કલેક્ટર રેમ્યા મોહનને આજે (તા. 18-2-2019) સાંજે પાંચ કલાકે રૂબરૂ મુલાકાત લઈ ધ્યાન દોરવામાં આવ્યું હતું. કચ્છ કલેકટરે તરત જ જવાબદાર અધિકારી તરીકે ફરજ નિભાવી ને માત્ર અડધા કલાકમાં જ સમગ્ર બાબતની તપાસ માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર દોડતા કર્યા હતાં. એક જવાબદાર નાગરિકે અમારી ટીમનું ધ્યાન દોર્યું અને એક જવાબદાર મીડિયા તરીકે અમોએ વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું ત્યારે કચ્છ કલેક્ટરે હકીકતની તપાસ કરવા કામગીરી હાથ ધરી હતી. હવે તંત્ર દ્વારા જે તપાસ કરવામાં આવી છે જાણીએ તેના મુદ્દા..

તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા સ્થળ ઉપર જાત ચકાસણી કરવા પશુપાલન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક મામલતદાર ભુજ સુશીલ પરમાર સાંજે ૧૭.૩૦ કલાકે પહોંચી ગયા હતાં અને તપાસ કરતાં તેમને જાણવા મળેલ હતું કે ખત્રી તળાવ, નારાણપર તા. ભુજની આજુબાજુ તાજા મૃત પામેલ પશુઓના એક પણ મૃતદેહ જોવા મળેલ ન હતાં. તપાસમાં એ પણ ખુલવા પામ્યું હતું કે ભુજથી માંડવી રોડ ઉપર ભુજથી અંદાજે ૧૨ કિ.મી.ના અંતરે શિવપારસ વિસ્તારમાં આ જગ્યા આવેલી છે જેને બાંભ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં નારાણપર, ગોડપર, મેઘપર વગેરે ગામોનાં મૃત પશુઓનાં નિકાલ માટેની જગ્યા આઇડેન્ટીફાય કરેલ છે, જયાં આ ગામોના પશુપાલકો પોતાનાં મૃત્યુ પામેલ પશુઓના મૃતદેહનો વર્ષોથી ત્યાં નિકાલ કરે છે અને અહી છેલ્લાં ૬ થી ૧૨ મહિના જૂના મૃત પશુઓનો નિકાલ કરેલ મૃતદેહ છે તેવું જાણવા મળે છે.

પરંતુ મા આશાપુરા ન્યુઝની ટીમે પ્રત્યક્ષ તમામ દ્રશ્યો જોતાં ઘણા એવા પશુઓ પણ હતાં જેમનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નથી આવ્યો અને ઘણા એવા પણ પશુઓ હતાં જેમના પેટ માંથી આશરે 20 કિલો જેટલું પ્લાસ્ટિક હતું અને એ પ્લાસ્ટિક ને લીધે જ તેમનું મોત નીપજયું હોય તેવું લાગતું હતું. મા ન્યુઝની ટીમ દ્વારા પશુ ચિકિત્શક પાસે થી પણ માહિતી લેવામાં આવી હતી જેમાં ડોક્ટરે જણાવ્યુ હતું કે પશુ જ્યારે પ્લાસ્ટિક ખાઈ જાય છે ત્યારે પશુ 15 દિવસ જેટલું રિબાય છે અને તેનું મોત આશાનીથી નથી થતું અને છેવટે પશુને ઈંજેક્સન આપીને મૃત્યુ આપવાના બનાવો પણ સામે આવ્યા છે ભલે આવા બનાવો જાહેર ન થતાં હોય પરંતુ આ એક કડી વાસ્તવિકતા છે. જે એક ખૂબ ગંભીર ઘટના કહી શકાય.

તંત્ર દ્વારા ત્વરિત કામગીરી કરીને પ્રસંસનીય કામગીરી કરવામાં આવી પરંતુ આ વિસ્તારમાં મૃત પશુઓના મૃતદેહોના દ્રશ્યો એટલા વિકરાળ હતાં અને ઘણા પશુઓના ચામડા પણ નહોતા જોવા મળ્યા. તો અહી એક પ્રશ્ન ઊભો થાય છે કે અહી બાંભમાં મૃત પશુઓનો નિકાલ કરવામાં આવે છે પરંતુ નિયમ મુજબ પશુઓનો નિકાલ કે કેમ તે તપાસ નો વિષય છે. તો ખરેખર બાંભમાં મૂકવામાં આવતા પશુઓના નિકાલ માટે શું નિયમો હોય છે તેનો આસપાસના લોકોને ખ્યાલ ચોકકસથી નહિવત હશે તેવું પણ જણાઈ આવે છે.

અંતમાં કચ્છ કલેકટરની સૂચનાને લઈ ને સંબંધિત તંત્ર સ્થળ પર પહોચ્યું અને એમને પણ આ સમગ્ર ઘટનાની ગંભીરતા જણાઈ હોય એવું લાગે છે કારણ કે આવતીકાલે એટ્લે કે તા. 19 ફેબ્રુઆરીના જે તે વિભાગના અધિકારીઓ સરપંચ અને પશુપાલકોને અને બાંભનો ઇજારો છે તેવા લોકોને રૂબરૂ મળશે અને કઈ રીતે મૃત પશુઓનો નિકાલ કરવો તેની માહિતી પણ આપશે. તંત્રના શબ્દોમાં કહીએ તો ”આવતીકાલે સલગ્ન ગામોમાં પશુ ચિકિત્સક અધિકારીઓને મોકલી સંબંધિત ગામોના સરપંચશ્રી તથા પશુપાલકોને તેમના મૃત પશુઓનો નિકાલ કેવી રીતે કરવો તે વિશે માર્ગદર્શન આપશે, તેમ ડો. બ્રહ્મક્ષત્રિયે વધુમાં જણાવ્યું હતું.”

જે કઈ પણ હોય આ ઘટના ખૂબ જ ગંભીર છે. એક તરફ સરકાર ઢોરવાડા ખોલી અને પશુ બચાવવાની કામગીરીને બિરદાવી શકાય બીજી તરફ પશુઓના પ્રશ્ન ને તાત્કાલિક ઉચ્ચ કક્ષા એ પહોચાડીને કચ્છ કલેકટરની કામગીરી પણ પ્રસંસનીય છે પરંતુ બીજી તરફ પશુપાલન વિભાગના અધિકરીઓ એમ કહેતા હોય કે મૃત પશુઓ છ થી બાર મહિના જૂના છે તો હવે પ્રશ્ન એ છે કે એક વરસ સુધી પશુનો યોગ્ય નિકાલ શા માટે નથી થયો અને જો આટલી મોટી સંખ્યામાં મૃત પશુઓના કારણે રોગચાળો ફાટે તો જ્વાબદારી કોની?

તસવીર-રાજેશ લાડક, અહેવાલ-દિલિપ ગજ્જર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *