સમગ્ર રાજયમાં ST નિગમના કર્મચારીઓની હડતાળ, મુસાફરો પરેશાન

File

Contact News Publisher

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના પૈડા ગુરુવારથી થંભી ગયા છે. આગલા દિવસે એટલે કે બુધવારે એસટી નિગમના કર્મચારીઓની મળેલી બેઠકમાં માસ સીએલનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે 45000 જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે. જેમાં તેઓએ પોતાની વિવિધ માગણીઓ તંત્ર સમક્ષ મુકી છે. કર્મચારીઓ મધરાતથી હડતાળ પર ઉતરતા મુસાફરો પરેશાન થયા છે વળી મુસાફરોને અન્ય બસનો વિકલ્પ ના મળતા બસ ડેપોમાં અટવાયા છે. જેના કારણે મુસાફરોએ રાતવાસો પણ બસ બસ ડેપોમાજ કરવાઓ પડ્યો હતો. આ સંજોગોમાં એસટીથી મુસાફરી કરતાં ગરીબ મુસાફરો અને વિદ્યાર્થીઓ, નોકરિયાતો વગેરે રઝડી પડ્યા છે..

પ્રાપ્ત વિગતો અનુસાર, બુધવારે ગુજરાત રાજ્ય એસટી નિગમના ત્રણ યુનિયનની બેઠક અમદાવાદ શહેર ખાતે યોજાઈ હતી. જેમાં પડતર પ્રશ્નો અંગેનું નિરાકરણ લાવવા માટે ચર્ચા કરવાની હતી. આખરે નિરાકરણ એ નિકળ્યું કે માસ સીએલ પર ઉતરી તેને સફળ બનાવાય અને પોતાની વાત તંત્ર સમક્ષ મુકાય..

લીધેલા નિર્ણયને પગલે ગુરુવારે એસટી કર્મચારીઓએ માસ સીએલ પર ઉતરી 7000 જેટલી બસોના પૈડાં થોભાવી દીધા હતા. STના કર્મચારીના જણાવ્યા પ્રમાણે અમે સીએમ, ડે. સીમ જેવા પદાધીશો સાથે મળીને અમારા પ્રશ્નોની રજૂઆત કરવા છતાં કંઇ નિવેડો આવ્યો નથી . એનો મતલબ એ છે કે સરકાર પોતે એસટીના કર્મચારીઓ માસ સીએલ ઉપર જાય એવું ઇચ્છે છે. બાકી કામદારો માસ સીએલ ઉપર જવા ન્હોતા માંગતા. પરંતુ વારંવાર છેલ્લા બે વર્ષથી રજૂઆત કરવા છતાં કંઇ ન થતાં માસ સીએલનું બ્રહ્માશ્ત્ર આપવું પડ્યું છે.

એસટી નિગમના અન્ય એક કર્મચારીના જણાવ્યા પ્રમાણે 7માં પગાર પંચનો અમલ કરવો, ખોટા થયેલા કેસો પાછા ખેંચવા, એસટી કર્મચારીઓને વર્ગ ત્રણના ગણીને વર્ગ ચારનો પગાર આપવામાં આવે છે. આવા 9 જેટલા મુદ્દાઓના નિવારણ માટે આ માસ સીએલ આપવામાં આવી છે.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live.
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com

Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *