જિલ્લાકક્ષાના સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૧૯નો ધાણેટીથી પ્રારંભ કરાવતા રાજયમંત્રી વાસણભાઈ આહિર

Contact News Publisher

ઉદ્યોગગૃહો દ્વારા કચ્છમાં ૨૦૦ તળાવો ઊંડા કરવાનું કાર્ય અનેરૂ ઉદાહરણ બનશેઃ

ભુજ,સોમવારઃ

       રાજયવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૧૯નો અંતર્ગત આજે કચ્છ જિલ્લામાં પણ ધાણેટી ગામેના જાસર તળાવને ઊંડું કરવાના આર્ચીયન ફાઉન્ડેશનના સહયોગમાં હાથ ધરાનારા ખાણેત્રાના કાર્યનો રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિર, કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત ઘેટાં-ઉન વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અમરશીભાઈ ખાંભલિયા અને આર્ચિયન ફાઉન્ડેશનના આર.આર.સોરઠીયા, શ્રી પ્રભાકર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં પૂજનવિધિ સાથે ખાણેત્રાથી જિલ્લાકક્ષાના સુજલામ-સુફલામ જળ અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

         ભુજ તાલુકાના ધાણેટી ગામે આજે જિલ્લાકક્ષાના જળસંચય અભિયાન-૨૦૧૯ના ઉદ્દઘાટન સમારોહ કાર્યક્રમને અધ્યક્ષસ્થાને સંબોધતાં સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, રાજયના જનપ્રિય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા સતત બીજા વર્ષે સુજલામ-સુફલામ જળ અભિયાન હાથ ધરાઇ રહ્યું છે ત્યારે કચ્છમાં વધુમાં વધુ  જળસંચય કાર્ય હાથ ધરાય તેના ઉપર ભાર મૂકી સાંપડેલી તકને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું.

         રાજયમંત્રી વાસણભાઈ આહિરે વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણી ચાલુ વર્ષે જળસંચય અભિયાન વહેલું શરૂ કરાયું છે ત્યારે ખૂબ લાંબો સમય મળવાનો હોઇ, સમગ્ર રાજયમાં એક અનેરૂ ઉદાહરણ આપી શકીએ તેવું કામ કચ્છમાં થવા જઇ રહ્યું છે, તેમ જણાવી તેમણે રાજય સરકારના એક પણ પૈસાના યોગદાન વગર કચ્છમાં કાર્યરત ઉદ્યોગગૃહો દ્વારા સીએસઆરના માધ્યમથી ૧૦૦ ટકા સહયોગ સાથે કચ્છમાં ૨૦૦ તળાવો ઊંડા કરવાનું કાર્ય ઉપાડી લેવાશે તેવી ઉદ્યોગગૃહોની પહેલને હર્ષભેર વધાવી લેતાં જિલ્લાના વિકાસ સાથે જળસંચય અભિયાનમાં આગળ આવવા બદલ ઉદ્યોગગૃહો અને જિલ્લા વહીવટીતંત્ર  તેમજ સિંચાઇ વિભાગને અભિનંદન આપ્યાં હતા.

         કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજયમાં પુનઃજળ અભિયાન ક્રાંતિની શરૂઆત થઇ છે. આ વર્ષે રાજય સરકારજન ૬૦ ટકા સહયોગ સાથે ૪૦ ટકા લોકભાગીદારીથી પાણી બચાવવાના અભિયાનમાં જોડાવા તેમણે અનુરોધ કર્યો હતો.

         શ્રી ચાવડાએ ચાલુ વર્ષે સારી મેઘમહેર થાય અને બધા તળાવો ભરાય તેવી આ તકે ઇશ્વરને પ્રાર્થના કરીએ તેમ જણાવી જળ અભિયાનનો શ્રેય મળે તેવી અભ્યર્થના વ્યકત કરી શુભકાર્યમાં સહયોગી થનાર આર્ચીયન કંપની અને તંત્રને શુભકામના પાઠવી હતી.

         પ્રવાસન નિગમના ડિરેકટર અને કચ્છ ભાજપના અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલે આ કાર્યક્રમને અતિ મહત્વનો ગણાવી ભાવી પેઢી માટેનું કર્તવ્ય સમજીને ખેડૂત અને ગ્રામ્યલક્ષી સરકાર દ્વારા હાથ ધરાયેલ જળ અભિયાનમાં સૌને ભાગીદાર બની જળસંચય વધારવા અનુરોધ કર્યો હતો.

ઘેટાં અને ઉન વિકાસ નિગમના વાઇસ ચેરમેન શ્રી અમરશીભાઈ ખાંભલીયાએ રાજય સરકારનાં મહાકાર્યમાં જોડાઇને જનઅભિયાન બનાવવું પડશે તેમ જણાવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કચ્છ સુધી નર્મદાના નીર પહોંચાડાયા છે તેમ હવે ખભે-ખભા મિલાવી જળ અભિયાનના માધયમથી કચ્છ જેવા સુકાં મૂલક માટે મુલ્યવાન પાણીનું ટીપેટીપું સંગ્રહવા કટ્ટીબધ્ધ બનવા હાંકલ કરી હતી.

         જિલ્લા કલેકટર રેમ્યા મોહને પ્રાસંગિક ઉદ્દબોધનમાં ગત વર્ષે ૬૪૦ કામોના લક્ષ્યાંક સામે ૭૯૮ કામો પૂરાં કરવા સાથે કચ્છ માટે અગત્યના જળ સંચય અભિયાનની મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અભિગમથી ગત વર્ષે આખી ઝુંબેશ હાથ ધરાઇ હતી તેમ ચાલુ વર્ષે પણ લોકોને સાથે જોડીને જળ સંચય અભિયાનને સફળતાપૂર્વક આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો.

         સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત કચ્છના બધા તાલુકાઓમાં ૮૫૯ કામો માટે અંદાજિત રૂ. ૨૯૮૧.૩૭ લાખના ખર્ચ સાથે અંદાજિત ૩૩,૪૫,૪૬૨.૬૬ ઘનમીટર માટી કાઢવાનું આયોજન હાથ ધરી હયાત સંગ્રહ શક્તિમાં કુલે ૩૩.૪૫ કરોડ લીટર સંગ્રહશક્તિ વધારો કરવાનું આયોજન હોવાની વિગતો અપાઇ હતી.

         આ પ્રસંગે જિલ્લા પંચાયત અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ હરિશભાઈ ભંડેરી, જિ.પં. કારોબારી ચેરમેન હરિભાઈ જાટીયા, ભીમજીભાઈ જોધાણી, જયમલભાઈ રબારી, નોડલ અધિકારી સોનકેસરીયા, મામલતદાર સુશીલ પરમાર, પી.એ. સોલંકી, જળસંપતિ વિભાગના શ્રી વાળા, ધાણેટીના રાણાબાપા, નારાણભાઈ ડાંગર, રાધાબેન આહિર, જીવા પાંચા માતા, સોમા ભગત, માવજીભાઈ, ગણેશ છાંગા, ગોવિંદ માતા, મનજીભાઈ આહિર, દાનાભાઈ આહિર, શામજી વાણિયા, વાલજી કેરાસીયા, હરિભાઈ ગાગલ, ગોવિંદ ડાંગર સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

         કાર્યક્રમનું સંચાલન કાનજીભાઈએ જયારે ધાણેટીના સરપંચ વાઘજીભાઈ આહિરે આભારદર્શન કર્યું હતું.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *