અસંગઠ્ઠીત ક્ષેત્રોના શ્રમિકોને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ લેવા ઈજન

Contact News Publisher

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના (PM-SMY) અનેક લોકો માટે આશીર્વાદરૂપ

    ભારત દેશનાં કુલ શ્રમિકો પૈકી લગભગ ૯૨ ટકા જેટલા શ્રમિકો અસંગઠ્ઠીત ક્ષેત્રોમાં કામ કરે છે. અસંગઠ્ઠીત ક્ષેત્રનાં શ્રમયોગીઓને નાણાકીય સુરક્ષિતતા (Financial Security) પુરી પાડવા માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના (PM-SMY) શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ માસિક રૂ.૧૫૦૦૦/- કે તેથી ઓછી આવક ધરાવતા તથા ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદામાં આવતા તથા અન્ય કોઇ પેન્શન/એન.પી.એસ. યોજના/પી.એફ.યોજના/ઈ.એસ.આઇ. યોજનાનો લાભ ન મેળવતા હોય તેવા તમામ શ્રમયોગીઓ લઇ શકશે.

    સરકાર દ્વારા નકકી કરવામાં આવેલ વય આધારિત રૂ.૫૫/ થી લઇ રૂ.૨૦૦/- સુધીનો માસિક ફાળો જમા કરાવ્યેથી તેટલી જ રકમનો ફાળો લાભાર્થી/શ્રમયોગીના ખાતામાં સરકાર દ્વારા જમા કરાવવામાં આવશે તથા ૬૦ વર્ષ પૂર્ણ થયેથી શ્રમયોગીને માસિક રૂ.૩૦૦૦/- નું પેન્શન સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજના વિશે વધુ માહિતી મેળવવા માટે તથા યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી નામ, સરનામાં, વય અંગેના ફોટો ઓળખકાર્ડ, પ્રમાણપત્ર, આધાર કાર્ડ તથા બેંકની પાસબુક લઇ જન સેવા કેન્દ્ર, કલેકટર કચેરી, ભુજ, તાલુકા પંચાયત-ભુજ, નગરપાલિકા-ભુજ અથવા નજીકના સી.એસ.સી.કેન્દ્રનો સંપર્ક કરવા તથા યોજનાનો મહત્તમ લાભ લેવા નાયબ કલેકટર, ભુજ દ્વારા અપીલ કરાઇ છે.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *