પ્રકૃતિની ગોદમાં રહેલી ખાલી નદીની આસપાસ મેડિકલ વેસ્ટ ને કારણે પ્રવાસીઓમાં નારાજગી

Contact News Publisher

ભુજની ખારી નદી કુદરતી સૌન્દર્ય માટેની વિશેષ અને બેનમૂન જગ્યા છે , આ જગ્યા એટલી સુંદર છે કે અહીં દેશ-વિદેશમાંથી સહેલાણીઓ આવતા હોય છે.

વર્ષોથી પાણીની વહેતી ધારાઓ અને પવનના જોરે એટલી સુંદર કલાક્રુતિ તૈયાર થયેલી છે કે નજર જોતાં જ અહીં નજર અટકી જાય છે ,ગુજરાતના જોવાલાયક સ્થળોમાં અને કુદરતી સૌંદર્ય માટે ફરવાલાયક સ્થળમાં અને પ્રકૃતિની ગોદમાં બિરાજમાન આ ખાારી નદીની આસપાસ ખુલ્લામાં મેડિકલ વેસ્ટ જોઈને અહીં આવતા સહેલાણીઓ ,પ્રવાસીઓ અને વિદેશી નાગરિકો ખૂબ ખરાબ ઈમેજ લઈને જાય છે.

ખુલ્લામાં મેડિકલ વેસ્ટનો કચરો નાખવામાં આવે છે એવી ફરિયાદ ત નાગરિકે આશાપુરા ન્યૂઝને કરી,  ધ્યાન દોરતા મા ન્યુુઝની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી .આ વાતની ખરાઈ કરવાનો પ્રયત્ન કરતાં અને જે જોવામાં આવ્યું તે આપણી નજર સમક્ષ છે, મિત્રો અહીં આપ જોશો ત્યારે મેડિકલ વેસ્ટનો નિકાલનો છડેચોક ભંગ થઇ રહ્યો છે.

તંત્ર ઘસઘસાટ ઊંઘમાં છે અને અહીં આવતા પ્રવાસીઓ એક એવી ઇમેજ ,એવી એક છાપ લઇને જાય છે કે જે બીજીવાર કદાચ આ તરફ આવવાનો વિચાર પણ નહીં કરે , ગ્લુકોઝના બાટલા, ઇન્જેક્શન, સિરીંજ ,વણવપરાયેલી દવાઓ, બાટલીઓ, સેનેટરી પેડ અને મેડિકલ ને લગતી વસ્તુના ઢગલા અહીં જોવા મળે છે.

અહીં એટલી ગંદકી છે કે મોઢા ઉપર રૂમાલ રાખ્યા સિવાય આપ આ જગ્યાએ ખુલ્લામાં ફરી શકો એમ નથી, અહીં કુદરતે બેનમૂન સૌંદર્ય વેર્યું છે ,અહીં કુદરત જાણે પોતાનો સૌંદર્યનો ખજાનો વેર્યો છે, ખજાનો અહીં ઢોળ્યો છે. પરંતુ એક માનવી જ્યારે પોતાની વિકૃતિ ઓકતો હોય છે, એક માનવી પોતાના સ્વાર્થ ખાતર પોતાની ગંદકી જ્યારે આવા સ્થળ ઉપર નાખે છે ત્યારે આવા સૌંદર્યનાં સ્થળોને પણ કાળી ટીલી લાગી જતી હોય છે .

આ કુદરતી સૌંદર્ય વાળી જગ્યાએ તમામ ઉંમરના વ્યક્તિઓ ફરવા માટે આવે છે ,તો વિદેશથી પણ સહેલાણીઓ આવતા હોય છે, ત્યારે તેઓ પણ ભારતની ખરાબ છાપ લઇને જાય છે ,અને તેનાથી પણ મોટો મુદ્દો એ છે કે આ મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન થવાને કારણે મોટો રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.

એક જાગૃત નાગરિકે કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી નું ધ્યાન દોરતા તેમણે બીજા અધિકારી સાથે વાત કરવાનું કહ્યું હતું ,જોકે એ અધિકારીએ ગોળગોળ જવાબ આપીને વાત કરવાનું ટાળ્યું હતું .અને જાગૃત નાગરિકને સંતોષકારક જવાબ નથી મળ્યો એવો આક્ષેપ પણ થયો છે, જો કચ્છ જિલ્લાનું આરોગ્યતંત્ર આવી ગંભીર બાબતને ગંભીરતાથી નહીં લે તો કોણ લેશે એ ખુબ મોટો પ્રશ્ન છે.

વહેલી તકે આ ગંભીર બાબતનું  નિવારણ થાય અને ખારી નદી જે એક કુદરતના ખોળે ,સુંદર જગ્યાએ છેે ત્યાં આવતા સહેલાણીઓ પોતાની સાથે સુંદર યાદો લઈને જાય છે ,પરંતુ અહીં આવે છે ત્યારે એ પોતાની સુંદર યાદો લઈ જશે કે નહીં એ તો ખબર નથી પરંતુ ચોક્કસ રોગચાળાના તેઓ ભોગ બની શકે છે .

તો તંત્ર સત્વરે ખારી નદીની આસપાસ મેડિકલ વેસ્ટનો નિકાલ કરે અને જે કોઈ પણ અહીં મેડિકલ વેસ્ટ ફેકે છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે .

તસ્વીર અને અહેવાલ

દિલીપ ગજ્જર

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *