કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કેસરિયા રંગને બચાવવાની કરી અપીલ

Contact News Publisher

કેસરિયો રંગ શબ્દ સાંભળીયે એટલે  આપણા મગજમાં ભારતીય જનતા પાર્ટીની છબી નજર સામે આવે, પરંતુ અત્યારે વાત કરવી છે કેસરિયા રંગને બચાવવાની અપીલ કરતા કોંગ્રેસી ધારાસભ્યની.

હાલ  કેસુડાનો કેશરી રંગ કચ્છમાં ચોતરફ દેખાઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કેસરિયા રંગને બચાવવા માટે કદાચ પહેલ કરે કે ન કરે પરંતુ કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આ કેસરિયા રંગને બચાવ માટે  મેદાને પડ્યા છે .કચ્છમાં ઠેરઠેર પવનચક્કીઓના પ્રોજેક્ટ ચાલુ છે પરિણામે કચ્છની કુદરતી સંપદાને ખૂબ નુકશાની પહોંચી રહી છે ,પવનચક્કી પ્રોજેક્ટ થકી કચ્છની મીઠી ઝાડીનું નિકંદન થઈ રહ્યું છે ત્યારે આપણા ધારાસભ્ય પી.એમ જાડેજા લોકોને અપીલ કરે છે તેમજ કેસુડો અને કચ્છની જે પરંપરાગત વનસ્પતિઓ છે અને બચાવની પહેલ પણ કરી છે ,અપીલ પણ કરી છે.

અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા એટલે કે પીએમ નખત્રાણા તાલુકાના પ્રવાસમાં હતા તે દરમિયાન નખત્રાણાના મોસુડા ગામની સીમમાં ફાગણમાં  કેસૂડાંનું ઝાડ જોયું અને તરત જ ગાડી થી નીચે ઉતરી અને પોતાની જે હૈયા વરાળ છે એ અહીં એમના શબ્દોમાં રજુ કરી .

કદાચ કોઈક અહીંથી કવિ પસાર થાય તો એની અંદરથી એક કરુણ કવિતા ઉપજે પરંતુ આ લોકપ્રતિનિધિ છે ત્યારે એમના શબ્દોમાં ક્યાંકને ક્યાંક પીડા દેખાય છે , તો પત્રકાર તરીકે એમ પણ કહી શકાય કે કેસરી રંગ ને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટી ભલે આગળ ન આવે પરંતુ કોંગ્રેસી ધારાસભ્ય કેસરિયા રંગની વહારે આવ્યા છે અને આ કેસુડાનો કેસરિયો રંગ બચી જાય એવી અપીલ પણ કરી છે. તો ખાસ એનો વીડીયો અત્યારે વાયરલ થયો છે , તો શું છે એમના શબ્દો , સાંભળીયે એમના જ શબ્દોમાં .

મોસુડા ગામની સીમમાં ફાગણમાં કેસૂડાંનું ઝાડ એની આજુબાજુમાં ખેર , મીઠા બાવળ, ગેડી  જેવી મીઠી ઝાડીઓ ઊભેલી છે ,આવી અનેક જાતિનું નિકંદન પવનચક્કી પ્રોજેક્ટ દ્વારા થઈ રહયુ છે .

છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ નહિવત છે તેમ છતાં મીઠી ઝાડીઓ ફાગણમાં અહીં પોતાનું  કુદરતી સૌંદર્ય વેરી રહી છે.આવી અલભ્ય મીઠી ઝાડીઓનું પવનચક્કી દ્વારા નિકંદન થઈ રહ્યું છે, જેને કારણે કચ્છના પર્યાવરણને અને પ્રવાસનને પણ વિપરીત અસર થાય તો નવાઈ નહીં.

અબડાસાના ધારાસભ્ય લોકોને જાગૃત થઈને અવાજ ઉપાડવા અપીલ કરી છે સરકારને વિનંતી છે કે કચ્છની મીઠી ઝાડીઓના નાશ ને રોકવા માટે પગલા ભરે.અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ કોલસા માટે કરીને રાપર , અબડાસા અને લખપતમાં મીઠી ઝાડીઓનું નિકંદન નીકળી ગયુ હતુંં ,ત્યારે આ પવનચક્કીઓના કારણે કચ્છની અલભ્ય અને ઓછા પાણીમાં પણ લીલીછમ રહેતી આ વનસ્પતિઓ બચી જાય એ જ પી.એમ અપીલ કરી છે.

અંતમાં કહી શકાય કે કોંગ્રેસી ધારાસભ્ય કેસરિયા રંગને બચાવવા માટે મેદાને ઉતર્યા છે .

તસવીર અને અહેવાલ

પંકજ કબીરા

મા આશાપુરા ન્યૂઝ

નખત્રાણા કચ્છ.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *