હિન્દૂ નો ‘હ’ અને મુસ્લિમ નો ‘મ’ મળી હમ થાય છે , આ “હમ” ને કચ્છમાં ટકાવી રાખો : હાજી જુમા રાયમા

Contact News Publisher
હિન્દૂ નો ‘હ’ અને મુસ્લિમ નો ‘મ’ મળી હમ થાય છે , આ “હમ” ને કચ્છમાં ટકાવી રાખવા મુસ્લિમ સમાજની માંગ
કચ્છ કોમી એકતાનો પ્રદેશ છે , અહીં કચ્છ રાજ પરિવારનાં મહારાવ ખેંગારજી અને એમના બે ભાઈ રાહેબ અને સાહેબ ને એક મુસ્લિમ મહિલાએ પોતાનાં સંતાનોનું બલિદાન આપીને બચાવ્યા હતા , કચ્છનાં ઓલિયા હાજીપીર બાબાએ ગાયો માટે શહાદત વહોરી હતી , આમ કચ્છમાં લોકશાહી પહેલાં હિન્દૂ મુસ્લિમ અલગ નહીં પણ એક હતા ,અને આજે પણ એક જ છે. કચ્છની કોમી એકતા ભારતનાં અન્ય વિસ્તારો માટે આદર્શરૂપ છે.
હા , અમુક અસામાજિક અને નાપાક તત્વોનાં કારણે બંને  સમાજ બદનામ થાય છે , ત્યારે આવા તત્વોને બહાર લાવી એમનાં વિરુદ્ધ કાર્યવાહી કરવી પણ બંને સમાજની ફરજ બને છે.
હાજી જૂમા રાયમા કે જેઓ હિન્દૂ સમાજનાં દરેક કાર્યક્રમોમાં હાજરી આપે છે , એમણે એક વાત કરી છે જે હાલ કચ્છનાં ડહોળાયેલાં વાતાવરણને શાંત કરવા માટે પૂરતી છે , જુમાભાઈ રાયમાએ કહ્યું કે ” હિન્દૂ નો ‘હ’ અને મુસ્લિમ નો ‘મ’ મળી હમ થાય છે , આ “હમ” ને કચ્છમાં ટકાવી રાખવો એ સરહદી કચ્છ માટે અતિ આવશ્યક છે ” ,
એમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આપણો ભારત દેશ ગંગા જમની તહેજીબનો દેશ છે. તેમાં કચ્છ જિલ્લો સમગ્ર વિશ્વને કોમી એકતાનો સંદેશ આપતો જિલ્લો છે. કચ્છમાં હિન્દુ અને મુસ્લિમ સમાજે એક બીજાના સુખ દુખ મા ભાગીદાર બની એકબીજા માટે બલીદાનો આપ્યા છે. પણ છેલ્લા થોડા સમયથી કચ્છ જિલ્લામાં અમુક અસામાજિક તત્વો કે જેમણે હિન્દુ સમાજના નામે સંમેલનો યોજીને કચ્છની શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ કરી રહ્યા છે , પણ કચ્છની કોમી એકતા સામે આવા તત્વો નહિ ફાવે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.
સાથે હાજી જુમા રાયમાએ હિન્દૂ સમાજને પણ આવી સ્થિતિ નિર્માણ ન થાય એની આવા તત્વોને એકલા પાડી દેવા માટે આગળ આવવું પડશે.અસામાજિક તત્વોને હિન્દૂ સમાજ જાકારો આપે અને આવા કાર્યક્રમોમાં સહયોગ ન આપે એ પણ જરૂરી છે, એવું રાયમાએ જણાવ્યું હતું.
તંત્ર પાસે પણ જુમાભાઇ રાયમાએ અપીલ કરી છે કે આવા સામાજિક તત્વો જે કચ્છની કોમી એકતાને તોડી રહ્યા છે એની સામે કડક કાર્યવાહી કરે, પોલીસ રાજકીય સેહ શરમ રાખ્યા વગર આવા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી અને આવા કૃત્યો રોકી અને કચ્છમાં કોમી એકતાનો માહોલ જળવાઇ રહે તેવી માંગ એમણે કરી છે.
થોડા દિવસ પૂર્વે હૈદરાબાદી ધારાસભ્ય ટી રાજાસિંહ ની ઉપસ્થિતીમાં યોજાયેલા ત્રીશુલ દિક્ષા મહોત્સવ અને ધર્મસભા દરમ્યાન મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા ઉચ્ચારણો થયા હતા. ત્યારબાદ મહા શિવરાત્રી નિમીતે માંડવી તાલુકાના ગઢશીસા ગામે યોજાયેલા એક કાર્યક્રમમાં ફરીથી ઉશ્કેરણી જનક ભાષણો અને સૂત્રોચ્ચાર થતા બે જુથ સામ સામે આવી ગયા હતા. પોલીસની સમય સૂચકતાના કારણે મામલો થાળે પડી ગયો હતો. અને કચ્છની કોમી એકતા તોડનારા તત્વો વિરૂદ્ધ પગલા લેવાની પોલીસે ખાતરી આપતા શાંતિનો માહોલ સ્થાપિત થયો હતો. પરંતુ કચ્છમાં લાંબા સમયથી પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરતા મુસ્લિમ સમાજના આગેવાનોએ આ મુદે આકરા પાણીએ લડત ચલાવવાનું મન બનાવ્યું હોય તેવા અહેવાલ મળી રહયા છે. 
આ મુદ્દે મુસ્લિમ સમાજ નખત્રાણા ડી. વાય એસ.પી કચેરી સામે રજુઆત કરવા પહોંચ્યા છે , અને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.
 મુસ્લિમ સમાજ વિરૂદ્ધ ઉશ્કેરણી જનક ભાષણો આપનાર ઇસમો સામે FIR દાખલ કરવાની માંગ મુસ્લિમ સમાજ કરી રહ્યો છે.
અંતમાં કચ્છનો હિન્દૂ કે મુસ્લિમ સમાજ ક્યારેય પણ કોમવાદની તરફેણ નથી કરી કે નહીં કરે. અસામાજિક કે નાપાક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય એવી દરેક કચ્છી માડુની સદાય માંગ રહી છે.આવા કૃત્યો રોકી અને કચ્છમાં કોમી એકતાનો માહોલ જળવાઇ રહે તેવી માંગ દરેક કચ્છીની છે.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *