ભાજપનાં પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી પહોંચ્યા પરેશ ધનાણી નાં ઘરે , : રમેશભાઈ કહ્યું હું ભાજપ કાર્યાલય બેઠો છું.

Contact News Publisher

ભાજપનાં પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી પહોંચ્યા કોંગ્રેસનાં પરેશ ધનાણી નાં ઘરે , કહ્યું કચ્છ લોકસભાની ટિકિટ આપો , : રમેશભાઈ કહ્યું હું ભુજ ભાજપ કાર્યાલય બેઠો છું.

હાલ જ્યારે લોકસભા 2019 ની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સત્તા કબજે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ચૂંટણીને હજુ વાર છે પરંતુ ચૂંટણીનો ગરમાવો ચારેબાજુથી અનુભવાઇ રહ્યો છે,  ખોટી ચર્ચાઓ ,તોડ જોડ, પક્ષા પલટી ની વાતો ચારેકોરથી સંભળાઈ રહી છે. એટલે કહી શકાય કે અફવાનું બજાર હાલ તેજીમાં છે, ત્યારે આવી જ એક અફવા કચ્છની અફવાના બજારમાંથી વહેતી થતી થતી સોશિયલ મીડિયામાં ફરી રહી છે.

અને એ વાત છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીની કોંગ્રેસમાં જોડાવાની વાત.સોશ્યલ મીડિયામાં મેસેજ એવો વહેતો થયો છે કે ભાજપનાં રમેશભાઈ મહેશ્વરી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના પરેશ ધાનાણીનાં ઘરે પહોંચ્યા છે અને કચ્છની લોકસભાની ટિકિટ કોંગ્રેસ પક્ષમાંથી આપવાની વાત કરી છે, ત્યારે મા આશાપુરા ન્યૂઝ આ સમાચારની ખરાઇ કરવા ભાજપના રમેશભાઈ મહેશ્વરીનો ટેલિફોનિક સંપર્ક સાધના તેમણે કહ્યું હતું કે હું હાલ ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના મધ્યસ્થ કાર્યાલય ભુજ ખાતે બેઠો છું. અને મારી બાજુમાં બેઠા છે ભાજપના જ કાર્યકર્તા મયંકભાઈ રૂપારેલ, ત્યારે રમેશભાઈએ પોતાનો ફોન મયંક રૂપારેલને આપ્યો હતો અને મયંકભાઈએ પણ મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરી હતી અને એમણે કહ્યું કે અમે બંને જણા ભારતીય જનતા પાર્ટીના ભુજ કાર્યાલય ખાતે બેઠા છીએ.

એટલે હાલ એમ કહી શકાય કે ચૂંટણી પહેલા અનેક ગતકડા સોશિયલ મીડિયામાં વાયરલ થશે, તોડજોડ ની વાતો થશે, કદાચ તોડ-જોડ થઈ પણ જાશે, પણ અફવાનું બજાર ગરમ થશે .

પરંતુ હાલ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી કોંગ્રેસમાં નહીં જોડાય એ વાતને પુષ્ટી મળી છે એમના જ શબ્દોમાં.

પરંતુ હજુ ચૂંટણીને વાર છે ત્યાં સુધી આવા અનેક ગતકડા અને ફવાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહેશે, ત્યારે જરૂર છે એની ચોકસાઈ કરવી .

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *