હમીદ અહેમદ ભટ્ટી ઉપર કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં ફાયરિંગ સાથે હુમલો

Contact News Publisher

ભુજ શહેરના મુસ્લિમ અગ્રણી હમીદ અહેમદ ભટ્ટી ઉપર કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં ફાયરિંગ સાથે હુમલો કરાતા સમગ્ર કચ્છમાં ચકચાર મચી જવા પામી છે.

હાલ લોકસભા 2019 ની ચૂંટણીને લઈને આચાર સહિતા પર અમલી બની છે ,ત્યારે હથિયાર ધારાનો ભંગ અને જાનલેવા હુમલાના કારણે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે .

કચ્છ યુનિવર્સિટીમાં પરીક્ષા આપીને બહાર નીકળેલા  હમીદ અહેમદ ભટ્ટી ઉપર અચાનક અજાણ્યા શખ્સોએ આવી અને ફાયરિંગ કરી હતી, કચ્છ યુનિવર્સિટીમાં પાર્કિંગ કરેલી હમીદ ભટ્ટીની ગાડીના કાચ તોડી તોડફોડ કરાઈ છે ,બ્લેક કલરની ફોરચુનર ગાડી અંદરથી છરી અને તલવાર મળી આવતા પણ અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે.

હમીદ ભટ્ટીને સારવાર માટે ભુજની એક હોસ્પિટલમાં ખસેડાયા છે ,આ હુમલો શા માટે કર્યો છે એની હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. પરંતુ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ હમીદ ભટ્ટીનાં ઘર ઉપર ફાયરિંગ થયું હતું, જેના આરોપીઓને પણ પોલીસે પકડી લીધા હતા .પરંતુ ફરીવાર આ બીજો હુમલો શા માટે થયો છે એના કારણો હજુ જાણી શકાયા નથી.

જાણકાર વર્તુળો દ્વારા મળતી વિગતો મુજબ ભુજના ચકચારી મુસ્લિમ પરિણીતા રુકસાના મર્ડર કેસમાં આરોપીઓને પ્રકાશમાં લાવવા માટે હમીદ ભટ્ટીએ મહત્વની ભૂમિકા નિભાવી હોવાનું માનવામાં આવે છે, તેથી શક્ય છે કે આ બનાવને લઈને રોષ રાખીને આ હુમલો કરાયો હોય,  હાલ કંઈ પણ કહેવું વહેલું ગણાશે ,પોલીસ તપાસ ચાલુ છે હમીદ ભટ્ટીનાં નિવેદન બાદ જ સત્ય હકીકત બહાર આવી શકે એમ છે.

હાલ ચૂંટણીના માહોલમાં આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.

તસવીર અને અહેવાલ

કિરણ ગોરી

મા આશાપુરા ન્યૂઝ ભુજ કચ્છ.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

6 thoughts on “હમીદ અહેમદ ભટ્ટી ઉપર કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં ફાયરિંગ સાથે હુમલો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *