જનસેના ઉમેદવારે ગુસ્સામાં આવીને ઈવીએમ પછાડ્યું, ધરપકડ

Contact News Publisher

આંધ્રપ્રદેશમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન થઇ રહ્યું છે. અનંતપુર જિલ્લાના ગુટકાલ વિધાનસભા ક્ષેત્રમાં પોલિંગ બૂથ પર તે સમયે હંગામો થઇ ગયો, જયારે જનસેનાના ઉમેદવાર મધુસદન ગુપ્તાએ ઈવીએમ મશીન ઉઠાવીને જમીન પર પછાડી દીધી. મધુસદન ગુપ્તાની આ હરકત પછી પોલીસે તેમની અટક કરી લીધી છે. આપને જણાવી દઈએ કે જનસેના ફિલ્મ અભિનેતા પવન કલ્યાણની પાર્ટી છે.

મળતી ખબર અનુસાર જનસેના ઉમેદવાર મધુસદન ગુપ્તા મતદાન કેન્દ્ર પર પોતાનો વોટ નાખવા માટે પહોંચ્યા હતા. પરંતુ તેઓ આ વાતથી ઘણા નારાજ થયા કે વિધાનસભા અને લોકસભા ક્ષેત્રના નામ બરાબર ડિસ્પ્લે કરવામાં આવ્યા ના હતા. તેને કારણે તેઓ મતદાનકર્મીઓ પર ગુસ્સે થયા. ઘણા સમય સુધી તેમને મતદાનકર્મીઓ પર ગુસ્સો કાઢ્યા પછી ઈવીએમ ઉઠાવીને પછાડી દીધું.

ખરેખર ઈવીએમ ખરાબ થવાને કારણે મતદાનમાં અડચણ આવવાના ઘણા મામલા સામે આવતા રહ્યા છે. જનસેના પાર્ટીના ઉમેદવારે ઈવીએમ મશીન પછાડ્યા પછી પોલીસે તેની અટક કરી લીધી. આ દરમિયાન પોલિંગ બૂથ પર મતદાન પ્રભાવિત થયું. પોલિંગ બૂથ બહાર મતદાતાઓ બહાર લાઈનમાં ઉભેલા જોવા મળ્યા.

સ્થાનીય ખબરો અનુસાર જનસેના ઉમેદવારે પોલીસ સાથે ગેરવર્તણૂક કરી અને તેઓ બૂથ પર હંગામો કરતા રહ્યા. લોકસભા ચૂંટણી હેઠળ આજે 20 રાજ્યોની 91 સીટો પર મતદાન થઇ રહ્યું છે. તેની સાથે સાથે આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં વિધાનસભા ચૂંટણી માટે પણ વોટિંગ ચાલી રહ્યું છે. ગુરુવારે સવારે 7 વાગ્યે ભારે સુરક્ષા વચ્ચે મતદાન ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *