જયંતિભાઈ ભાનુશાળી હત્યા કેસમાં કચ્છનાં જયંતિ (ડુમરા) ઠક્કરની SITએ કરી ધરપકડ

Featured Video Play Icon
Contact News Publisher

ભાજપના નેતા જયંતિભાઈ ભાનુશાળી હત્યા પ્રકરણમાં છબીલ પટેલની ધરપકડ બાદ કચ્છનાં મોટાં માથાં એવા જયંતિ ઠક્કર (જયંતિ ડુમરા) ની આજે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ SIT દ્વારા આજે ધરપકડ કરવામાં આવી છે.

જયંતી ડુમરાની ધરપકડ થી કચ્છમાં ચકચાર મચી ગઈ છે,  જયંતિભાઈ ભાનુશાળીની ભાડુતી હત્યારાઓ દ્વારા હત્યા કરાવી દેવામાં આવી હતી, આ મામલે છબીલ પટેલે એસઆઈટી સામે શરણાગતી સ્વાકારી લેતા તેમની ધરપકડ થઈ ચુકી છે. પરંતુ પોલીસ રીમાન્ડ દરમિયાન એસઆઈટીને કેટલીક મહત્વપુર્ણ જાણકારી મળી હતી જેમાં કચ્છનું મોટુ માથુ ગણાતા જયંતિ ઠક્કરે પણ હત્યાના કાવત્રામાં સાથ આપ્યો હતો અને ભાડુતી હત્યારાઓને ચુકવવાની રકમમાં પાંચ લાખનો પોતાનો હિસ્સો પણ આપ્યો હતો.

જયંતીભાઈ ભાનુશાળીની હત્યા થાય તે પહેલા અમેરીકા ફભાગી ગયેલા છબીલ પટેલે આખરે શરણાગતી સ્વાકારી લીધી હતી, પણ પોલીસ તપાસ દરમિયાન છબીલે કબુલ્યુ હતું કે ભાનુશાળીની હત્યા પહેલા અનેક મિટીંગો થઈ હતી તેમાં જયંતિ ઠક્કર ડુમરા પણ હાજર હતા.

દિલ્હીમાં છબીલ પટેલ સામે નોંધાયેલી ફરિયાદ બાદ જયારે જયંતીભાઈ ભાનુશાળીની હત્યા કરવાનું નક્કી થયુ તેમાં જયંતિ ડુમરા પણ પોતાનો હિસ્સો આપવાની તૈયારી બતાડી હતી અને પાંચ લાખ રૂપિયા પણ ભાડુતી હત્યારા માટે આપ્યા હતા.એસઆઈટીને મળેલા અન્ય પુરાવામાં જયંતિ ઠક્કર આ કેસના ફરાર આરોપીઓ સાથે હત્યા પહેલા અને હત્યા બાદ પણ સંપર્કમાં હતા, આ કેસના આરોપી મનિષા ગોસ્વામી, નિખીલ થોરાટ અને સુજીત ભાઉ સાથે સતત સંપર્કમાં હોવાનું બહાર આવ્યુ છે. અંતે આજે sit દ્રારા આજે કચ્છનાં મોટાં માથાં જ્યંતી ડુમરા ની ધરપકડ થતાં રાજકીય હક્કમ્પ મચી ગયો છે.

વિગતો એવી પણ મળી રહી છે કે , ફરાર થયેલા છબીલ પટેલ અને તેમનો પુત્ર સિધ્ધાર્થ પોલીસ સામે હાજર થવા માગતો હતો પરંતુ જયંતિ ઠક્કર વિવિધ કારણો અને ડર બતાડી તેમને પોલીસથી દુર રાખી રહ્યા હતા. સત્ય શું છે એ ટૂંક સમયમાં બહાર આવી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *