નેતાઓ ગાળો બોલવાનું બંધ કરી પ્રજાનાં કામ કરે

Contact News Publisher

ભાજપના નેતાએ રાહુલ ગાંધી માટે ગાળ બોલી, કચ્છમાં જીતુભાઈ વાઘણીનું પણ વિવાદિત બયાન.

ચૂંટણી સ્વચ્છ ક્યારે થશે ? બહારનાં સ્વચ્છતા અભિયાન સાથે અંદરનું સ્વચ્છતા મિશન ક્યારે શરૂ થશે ? આવા અનેક સવાલો વર્તમાન ચૂંટણીનું ચિત્રણ જોતાં દરેક મતદારોને સતાવી રહ્યા છે,

કચ્છમાં ભાજપની સભા ગજવવા આવેલા ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘણીએ પણ કચ્છ એટલે ઇભલા શેઠ એવું વિવાદિત બયાન આપતાં મામલો ગરમાયો છે, તો હિમાચલ પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ સતપાલસિંહ સતીએ પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગાળો આપી હોવાનો વીડિયો વાયરલ થયો હોવાનો અહેવાલ અગ્રીમ ચેનલમાં થયો છે.

વાસ્તવિકતા એ છે કે હવે લોકોને આવી વાતોમાં રસ નથી , ખોટા ભાષણોમાં લોકોને થોડીવાર મનોરંજન થશે પણ મતદારો ઉપર એની હકારાત્મક અસર થશે એ વાત ભૂલ ભરેલી છે.

કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો પણ નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ યોગ્ય ભાષાનો ઉપયોગ ન કરી વિવાદમાં છે , આમ ભાજપ હોય , કોંગ્રેસ હોય કે મહા ગઠબંધન નાં કોઈ પક્ષો , હાલ અપવાદ બાદ કરતાં લગભગ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા છે.

હિમાચલ પ્રદેશના ભાજપના અધ્યક્ષ સતાપલ સિંહ સત્તીનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની ટીકા કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા જોવા મળે છે.
વીડિયોમાં રાહુલ ગાંધી અને તેમના પરિવારજનોને કથિત રીતે ‘જમાનતી’ ગણાવતા સત્તી કહે છે કે જે પોતે જ જામીન પર હોય તેઓ વડા પ્રધાનને ચોર કઈ રીતે કહી શકે?
એ બાદ તેઓ સોશિયલ મીડિયા પર કથિત રીતે કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલી એક ટિપ્પણીને મંચ પરથી વાંચે છે, જેમાં રાહુલ ગાંધી માટે મા વિરુદ્ધ ગાળ લખાયેલી હોય છે.
આ વીડિયો સોલનના રામશહરનો હોવાનું જાણવા મળે છે. ભાજપના પ્રદેશઅધ્યક્ષે રવિવારે પક્ષના ઉમેદવારનો પ્રચાર કરતા સંબંધિત વાત કરી હતી.
જોકે, સત્તીનું કહેવું છે કે વીડિયોને ખોટી રીતે શૅર કરાઈ રહ્યો છે. બીજી બાજુ, કૉંગ્રેસે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવા સહિત સમગ્ર રાજ્યમાં પ્રદર્શન યોજવાની તૈયારી કરી છે.

વાત છે પાંચ વર્ષનાં ભાવિ માટેની , એટલે મતદારો આવા “ખોટાળા અને અસભ્ય “નેતાઓને જાકારો આપી સાચા નેતાની પસંદગી કરે એ પ્રજા હિતમાં છે ,અંતમાં હિન્દી ફિલ્મનું એ ગીત કે “યે જો પબ્લિક હૈ વો….”

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *