આજે લોકસભા ૨૦૧૯ ચુંટણીનું બીજા તબક્કાનું મતદાન, જાણો કોણે કર્યું મતદાન અને કેટલા ઉમેદવારોનું ભાવી EVM માં થશે કેદ..

Contact News Publisher

લોકસભા ચૂંટણીના બીજી તબક્કાના મતદાનમાં અનેક લોકો મતદાન કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં નવદંપતિએ મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું. કર્ણાટકના મુખ્ય મંત્રી એચ. ડી. કુમારસ્વામીએ તેમનાં પત્ની અનિતા કુમારસ્વામી અને પુત્ર સાથે મતદાન કર્યું હતું. ડીએમકેના નેતા અને હાલ તામિલનાડુની તૂથુકોડી બેઠક પરથી ઉમેદવાર કનિમોઝીએ મતદાન કર્યું હતું. બે દિવસ પહેલાં જ કનિમોઝીના નિવાસસ્થાન પર આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા. મતદાન કર્યા બાદ કનિમોઝીએ કહ્યું કે વિપક્ષમાં રહેલા લોકોને પરેશાન કરવામાં આવે છે, વિપક્ષના લોકોને નિશાન બનાવીને દરોડા પાડવામાં આવે છે. ભાજપે AIADMK પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ મેળવી લીધું છે. સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નઈ ખાતે મતદાન કર્યું હતું. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે દક્ષિણ બેંગાલુરુની બેઠકના એક પોલિંગ બૂથ પર મતદાન કર્યું હતું. ફિલ્મ કલાકાર અને બેંગાલુરુ સેન્ટ્રલથી અપક્ષ ઉમેદવાર પ્રકાશ રાજ મતદાન કરવા માટે આ રીતે લાઇનમાં ઊભા રહ્યા હતા. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજ કલાકાર અને મક્કલ નિધિ માઇમ પક્ષના પ્રમુખ કમલ હસન અને તેમનાં પુત્રી શ્રુતી હસને મતદાન કર્યું હતું. પુડ્ડુચેરીમાં પણ આજે એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે, અહીં મુખ્ય મંત્રી વી. નારાયણ સામીએ મતદાન કર્યું હતું.

ઉમેદવારો અંગે કેટલીક માહિતી
એડીઆરના રિપોર્ટ પ્રમાણે બીજા તબક્કામાં કુલ 1644 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 209 રાષ્ટ્રીય પક્ષોના, 107 ક્ષેત્રીય પક્ષોના, 386 માન્યતા વિનાના પક્ષોના, 888 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. 251 ઉમેદવારોએ તેમના પર ગંભીર ગુનાનો ઉલ્લેખ કર્યો છે. 697 ઉમેદવારોએ માત્ર 5થી 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. જ્યારે 756 ઉમેદવારોએ ગ્રૅજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. 26 ઉમેદવારોએ ખુદને અભણ ગણાવ્યા છે. બીજા તબક્કામાં કુલ 8 ટકા મહિલાઓ ચૂંટણી મેદાનમાં છે, જેમની કુલ સંખ્યા 120 છે.

બે બેઠકો પર ચૂંટણી રદ
18 એપ્રિલના રોજ કુલ 97 બેઠકો પર મતદાન થવાનું હતું પરંતુ બે બેઠકો પર ચૂંટણી રદ થતા હવે 95 બેઠકો પર મતદાન થશે. તામિલનાડુની વેલ્લોર બેઠક પર પણ બીજા તબક્કામાં જ મતદાન થવાનું હતું પરંતુ ચૂંટણીપંચની ભલામણ બાદ રાષ્ટ્રપતિએ અહીંની ચૂંટણી રદ કરી દીધી હતી. ડીએમકેના નેતાઓ પાસે મોટી માત્રામાં નાણા મળી આવ્યા બાદ ચૂંટણીપંચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચૂંટણી રદ કરવાની ભલામણ કરી હતી. ત્રિપુરાની એક બેઠક પર પણ 18 એપ્રિલના રોજ મતદાન થવાનું હતું જોકે કાયદો-વ્યવસ્થાને ધ્યાને રાખતા આ બેઠક પર ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. આ પહેલાં 11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કામાં 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 91 બેઠકો પર મતદાન થયું હતું.

કુલ સાત તબક્કામાં મતદાન
સાત તબક્કામાં દેશની કુલ 543 બેઠક ઉપર મતદાન યોજાશે. પહેલા તબક્કાનું મતદાન તા. 11મી એપ્રિલે યોજાયું હતું. તા.23મી એપ્રિલે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાશે. તા. 23મી મેના દિવસે મતગણતરી થશે. તા. 29 એપ્રિલ (ચોથો તબક્કો), છઠ્ઠી મે (પાંચમો તબક્કો), 12મી મે (છઠ્ઠો તબક્કો) અને તા. 19મી મે (સાતમો તબક્કો)ના મતદાન યોજાશે.

મુખ્ય ઉમેદવારો
જુગલ ઓરમ, સદાનંદ ગૌડા અને પૌન રાધાકૃષ્ણન જેવા કેન્દ્રીય પ્રધાનો, પૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવેગૌડા, કૉંગ્રેસના નેતા વીરપ્પા મોઈલી અને રાજ બબ્બર, નૅશનલ કૉન્ફરન્સના વડા ફારુખ અબ્દુલ્લાહ, ભાજપના દયાનિધિ મારન, એ. રાજા તથા કનિમોઝીના ભાવિ ઈવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં સીલ થઈ જશે.

ઓડિશા વિધાનસભા સંગ્રામ
ચૂંટણી પંચે નાણાં મળતાં વેલ્લોરની ચૂંટણી રદ કરી

ઓડિશામાં લોકસભાની પાંચ બેઠક ઉપરાંત 35 વિધાનસભા બેઠક ઉપર મતદાન યોજાશે.
મુખ્ય પ્રધાન નવીન પટનાયક ગંજમ જિલ્લાની હિંજલી અને બારગઢની બીજેપુર બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. અહીં લોકસભાની ચૂંટણી માટે 5 અને વિધાનસભાની ચૂંટણી માટે 25 મહિલા ઉમેદવાર મેદાનમાં છે. તામિલનાડુમાં ભાજપ અને એઆઈએડીએમકે (ઑલ ઇંડિયા દ્રવિડ મુનેત્ર કઝગમ્)નું એનડીએ (નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ) છે. તેની સાથે PMK, DMK અને તામિલ મનિલા કૉંગ્રેસ પણ છે. જેની સામે ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ)ના નેતૃત્વમાં ‘સૅક્યુલર પ્રૉગ્રેસિવ અલાયન્સ’નું ગઠન કર્યું છે, જેમાં કૉંગ્રેસ અને ડાબેરી પક્ષો ભાગીદાર છે. એઆઈએડીમકેમાંથી અલગ થયેલ ટી. ટી. વી. દીનકરણની એએમએમકે અને અભિનેતા કમલ હસનની એમએનએમ ચૂંટણી જંગમાં છે. ડીએમકેના કરૂણાનીધિ અને એઆઈએડીએમકેના જે. જયલલિતા વિના પ્રથમ વખત લોકસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. અલગઅલગ રેડ્સ દરમિયાન રાજ્યમાંથી રૂ. 284 કરોડની રોકડ તથા ઘરેણાં જપ્ત થયા છે. વેલ્લોરની બેઠક ઉપર ચૂંટણી રદ કરી દેવામાં આવી છે.

2 thoughts on “આજે લોકસભા ૨૦૧૯ ચુંટણીનું બીજા તબક્કાનું મતદાન, જાણો કોણે કર્યું મતદાન અને કેટલા ઉમેદવારોનું ભાવી EVM માં થશે કેદ..

  1. Wow, amazing blog layout! How long have you been blogging for?
    you made blogging look easy. The overall look of your web site is
    excellent, let alone the content!

  2. I’m really loving the theme/design of your website.
    Do you ever run into any web browser compatibility problems?

    A small number of my blog audience have complained about
    my blog not working correctly in Explorer but looks great in Safari.
    Do you have any solutions to help fix this problem?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *