ઓરિસ્સામાં મોદીના કાફલાનું ચેકિંગ કરનાર આઈએએસ અધિકારી સસ્પેન્ડ

Contact News Publisher

કહેવાય છે કે સત્તા આગળ શાણપણ નકામું, ઘણીવાર અધિકારીઓ પોતાની ઈમાનદારી ના કારણે અથવા તો ઘણીવાર ફરજમાં બેદરકારીના કારણે માઠું પરિણામ ભોગવતા હોય છે. હાલ ચૂંટણી પંચ ખૂબ સખત છે, ખૂબ સખત રીતે નજર રાખી રહ્યું છે કે કોઈપણ રાજકીય પક્ષો ગેરરીતિ ન કરે, પરંતુ ઘણીવાર અધિકારીઓ ચૂંટણીપંચના આદેશનું પાલન કરવા જતા ખુદ સપડાઈ જતા હોય છે .ઘણીવાર અધિકારીઓની બેદરકારી પણ એમાં સામેલ થતી હોય છે.

હાલ જે ઘટના બની છે એમાં ફરજ પ્રત્યેની અધિકારીને ભાન નથી કે પછી અધિકારીની ઈમાનદારી ,જે હોય એ પણ હાલ એને આ ચોકસાઈ મોંઘી પડી ,છે જે હોય તે પણ  આ નિર્ણયને લઇને કોંગ્રેસ કે અન્ય પક્ષો ભાજપ ઉપર ચાબખા મારી શકે છે.

ચૂંટણી પંચે કર્ણાટકના આઈએએસ અધિકારી મહોમ્મદ મોહસિનને કથિત રીતે નરેન્દ્ર મોદીના કાફલાની તપાસ કરવાના પ્રયાસમાં સસ્પેન્ડ કરી દીધા છે.

સસ્પેન્શન ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, અધિકારીએ એસપીજી સુરક્ષા પ્રાપ્ત હોય તેવા વ્યક્તિઓ માટે બનેલા નિર્દેશોનું પાલન નથી કર્યું.


મંગળવારે મોદી ઓરીસ્સાથી સંબલપુર ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. દરમિયાન કર્ણાટકના આ અધિકારી ત્યાં જનરલ ઓબ્ઝર્વર તરીકે ફરજ પર હતા. તેમણે નરેન્દ્ર મોદીના કાફલાની તપાસ કરવાનો પ્રયાસ કરતાં પીએમઓએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી જે બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

પીએમ મોદી સંબલપુરમાં એક ચૂંટણી રેલીમાં ગયા હતા. આ દરમિયાન ચૂંટણી પંચના અધિકારીઓએ તેમના હેલિકોપ્ટરની તપાસ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *