200 મીટર ત્રિજ્યાને બદલે મતદાન મથકમાં મોબાઈલ ઉપકરણો લઈ જઈ શકાશે નહીં

Contact News Publisher

મતદાન મથક પર નિયંત્રણો માટેનું સુધારા જાહેરનામુ બહાર પડાયું

ભુજ, ગુરૂવારઃ

ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર આદર્શ આચારસંહિતના અમલ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રીમતી રેમ્યા મોહન દ્વારા સેલ્યુલર ફોન વગેરે વાળુ તા. 15-3-2019 ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામાની ક્રમ ૧ ની વિગતે અગાઉના જાહેરનામામાં મતદાનના દિવસે મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે લઇને જઇ શકશે નહીં કે ઉપયોગ કરી શકશે નહીં કે વાયરલેસ ડીવાઇસીસ જેવા કે બ્લુટુથ, પેન કેમેરા, મોબાઇલ કે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઇપણ ઇલેકટ્રોનિક્સ સાધનો લઇ જઇ શકાશે નહીં તેમ જણાવાયું હતું, પરંતુ હવે સુધારા જાહેરનામા અનુસાર 200 મીટર ત્રિજ્યાને બદલે મતદાન મથકમાં આ સાધનો/ઉપકરણો લઇ જઇ શકાશે નહીં તેવું સુધારાવાળુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાની બાકીની શરતો/નિયમો યથાવત રહેશે.

આ જાહેરનામા અનુસાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ચાર્જમાં હોઇ તેવા અધિકારીઓ અને ફરજ પર મુકેલા સલામતીના કર્મચારીઓ તથા અધિકૃત કરેલ ચૂંટણી ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓને લાગુ પડશે નહીં તેમ વધુમાં જણાવાયું છે.

1 thought on “200 મીટર ત્રિજ્યાને બદલે મતદાન મથકમાં મોબાઈલ ઉપકરણો લઈ જઈ શકાશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *