શ્રી નરનારાયણ દેવની મહારાજાેપચાર પૂજા સાથે દ્વિશતાબ્દી મહોત્સવનું સમાપન

Contact News Publisher

ભુજ સ્વામિનારાયણ મંદિરનાં સદ્‌ગુરૂ મહંત સ્વામીનું સંપ્રદાયનાં આચાર્ય મહારાજે ૨૦૦ ફુટ લાંબા એલચીનાં હારથી સન્માન કર્યુ : ગૌ મહિમા દર્શન અને બદ્રીવન પ્રદર્શન ચાર દિવસ લંબાવાયું :  સંતો તથા હરિભક્તોની સમિતિઓ, ટ્રસ્ટીગણ તેમજ ૧૫ હજારથી વધુ સ્વયંસેવકોનું સંતો દ્વારા સન્માન

ભુજ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજીત શ્રીનરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો આજે અંતિમ દિવસ હતો. પ્રથમ સત્રમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં આચાર્ય મહારાજનું સન્માન કરવામાં આવ્યું અને તેમને પણ ભુજ મંદિરનાં મહંત સ્વામીનું ૨૦૦ ફુટ લાંબા એલચીના હારથી અદ્‌કેરૂ સન્માન કરવામાં આવ્યુ હતું. બપોર બાદ નિજ મંદિર ખાતે નરનારાયણ દેવ આદિ તમામ મુર્તિઓની મહારાજાે પચાર પૂજા, અર્ચના કરવામાં આવી હતી. સ્વયંમસેવકો માટે આભાર દર્શન સત્ર પણ યોજાયું હતું. આ તકે શાસ્ત્રીસ્વામી દેવચરણદાસજીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, બદ્રીકાશ્રમ ખાતે શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનાં અંતિમ દિવસે લાગણીઓનાં ઘોડાપુર ઉમટ્યા હતાં. મહોત્સવનું અંતિમ સત્ર હોય આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજી, મોટા મહારાજ તેજેન્દ્રપ્રસાદજીનાં હસ્તે સમાપન કરવામાં આવ્યું. આચાર્ય મહારાજે આ ઉત્સવમાં જે પણ સંતો અને હરિભક્તોએ સેવા કરી હતી તે તમામ સમિતિનાં સંતો, હરિભક્તોને આશિર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતાં.મંદિર દ્વારા આચાર્ય મહારાજને નરનારાયણ દેવની સોના-ચાંદીની મુર્તિઓ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં, તો આચાર્ય મહારાજે પણ સદ્‌ગુરૂ મહંત સ્વામીનું ૨૦૦ ફુટ લાંબા એલચીનાં હારથી સન્માન કર્યુ ત્યારે દિવ્ય વાતાવરણ ખડુ થઇ ગયુ હતું. બાદમાં જે ભૂમિ ઉપર ઉત્સવ કરવા આપ્યો તે ભૂમીનાં માલિકોને પણ ઉપ મહંત ભગવદજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, કોઠારી દેવપ્રકાસદાસજી આદિ સંતોએ યાદ કર્યા હતાં અને તેમનું સન્માન કર્યુ હતું. બપોર પછીના સત્રમાં નિજ મંદિર ખાતે શ્રીનરનારાયણ દેવ આદિ દેવોની યજમાનો દ્વારા પૂજન-અર્ચન કરવામાં આવ્યુ હતું. બાદમાં મહારાજાેપચાર પૂજા કરવામાં આવી હતી. જેને નિહાળવા માટે તેમજ દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં દેશ વિદેશનાં હરિભક્તો ઉમટી પડ્યા હતાં. આ મહોત્સવમાં ૧૫ હજારથી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી, આ સૌ સ્વયંસેવકો ઉત્સવથી વંચિત રહ્યા હતાં, અને તેમની સેવાને કારણે ઉત્સવ લોકભોગ્ય અને નયનરમ્ય બન્યો હતો. ત્યારે આવા સ્વયંસેવકો માટે ખાસ આભાર દર્શન સત્ર આચાર્ય મહારાજ અને મહંતસ્વામીની નિશ્રામાં યોજાયુ હતું. આ ઉત્સવમાં ભુજ સહિત કચ્છભરનાં નાગરીકોએ સહયોગ આપ્યો તે તમામનો મંદિર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.
મંદર દ્વારા ભુજવાસીઓ તેમજ મહેમાનોની લાગણી અને ભાવનાને ધ્યાને લઇને બદ્રીવન ખાતે આયોજિત ગૌ મહિમા દર્શન અને બદ્રીવન પ્રદર્શન કે જેનું આજે સમાપન કરવામાં આવનાર હતું. પંરતુ તેને આગામી ચાર દિવસ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભક્તો, મહેમાનોને આ બંન્ને પ્રદર્શન ગુરૂવારથી લઇને રવિવાર સુધી નિહાળી શકશે. નોંધનીય છેકે, સતત નવ દિવસ રંગેચંગે ઉજવાયેલા દિવ્ય અને અલૌકિક શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવને સફળ બનાવવા માટે મંદિરનાં ટ્રસ્ટીગણ પૈકી ખીમજી ભગત, મુખ્ય કોઠારી મુરજીભાઇ શીયાણી, ઉપ કોઠારી જાદવજીભાઇ ગોરસીયા, મહોત્સવ ઇન્ચાર્જ પાર્ષદ ખીમજી ભગત અને પ્રદર્શન ઇન્ચાર્જ ટ્રસ્ટી શશીકાંત ઠક્કર, સલાહકાર શ્રી. રામજીભાઈ વેકરીયા , ટ્રસ્ટીગણ રાજેન્દ્રભાઇ દવે, રામજીભાઇ દબાસીયા, બચુભાઇ રાવરીયા, કુંવરજીભાઇ પોકાર, શામજીભાઇ હીરાણી, લાલજીભાઇ વરસાણી, અનિલભાઇ ગોર, હરજીભાઇ વેકરીયા, કાનજીભાઇ મેપાણી, દેવશીભાઇ હીરાણી, નારણભાઇ કેરાઇ, અરજણભાઇ વેકરીયાએ જહેમત ઉઠાવી હતી.