અમદાવાદ બ્યુરો

ગુજરાતના મુખ્ય મંત્રી અને સંરક્ષણ રાજ્ય મંત્રીએ ગાંધીનગર ખાતે સર્વોચ્ચ સમિતિની બેઠકમાં ડિફેક્સપો-2022 ની તૈયારીઓની સમીક્ષા કરી

Contact News Publisher અમદાવાદ 22 ફેબ્રુઆરી , 2022 ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને માનનીય સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટે 22 ફેબ્રુઆરી 2022ના રોજ ગાંધીનગર ખાતે ડિફેક્સ્પો 2022 માટેની સર્વોચ્ચ સમિતિની બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. DefExpo 2022 એ ભૂમિ, નૌકા અને હોમલેન્ડ સિક્યુરિટી સિસ્ટમ્સ પરનું એશિયાનું સૌથી મોટું પ્રદર્શન છે જે ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓનું પ્રદર્શન કરશે અને વિશ્વની ટોચની સંરક્ષણ ઉત્પાદન કંપનીઓની સહભાગિતાને સમાવશે. આ તેની 12મી આવૃતિ છે અને અત્યાર સુધીની સૌથી મોટી છે અને તે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં 10-14 માર્ચ 2022 દરમ્યાન આયોજિત થઈ રહ્યું છે. ઈવેન્ટના આયોજન અને વ્યવસ્થાઓની સમીક્ષા કરતા સંરક્ષણ રાજ્ય મંત્રીએ આશા વ્યક્ત કરી કે, DefExpo સંરક્ષણ આધારિત ઉદ્યોગો માટે માગવામાં આવતા રોકાણોને, ખાસ કરીને ગુજરાતમાં મોટી તક આપશે. તેમણે એ હકીકત બહાર લાવી હતી કે સરકાર સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રનાં સ્વદેશીકરણ માટે ખૂબ જ ઉત્સુક છે એટલે તેમાં વ્યાપક સહભાગિતા હશે. ભારત સંરક્ષણ ઉત્પાદનની દ્રષ્ટિએ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે અને હવે નેટ સંરક્ષણ નિકાસકાર તરીકે ઓળખ થવાના માર્ગ પર છે. મંત્રીએ DefExpo-2022 ના સરળ સંચાલન માટે ગુજરાત સરકારના સહયોગથી સંરક્ષણ મંત્રાલય  દ્વારા કરાયેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી. આ મેગા ઈવેન્ટ મુખ્ય વિદેશી ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs) ને ભારતીય સંરક્ષણ ઉદ્યોગ સાથે સહયોગ કરવાની તક પૂરી પાડશે અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પરિકલ્પિત ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. માનનીય સંરક્ષણ રાજ્ય મંત્રીએ  જણાવ્યું હતું કે સંરક્ષણ મંત્રાલય (એમઓડી)ના નેજા હેઠળ આયોજિત થનારું પ્રીમિયર ડિફેન્સ એક્ઝિબિશન, ડિફએક્સપો 2022ની 12મી આવૃત્તિ, ઘણાં પાસાઓમાં ભવ્ય હશે કારણ કે તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીને અનુરૂપ છે જ્યાં આપણે પ્રગતિશીલ ભારતનાં 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. ઈવેન્ટની થીમ ‘પાથ ટુ પ્રાઈડ’  ભારતના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ભવ્ય ઈતિહાસને દર્શાવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આ મેગા ઈવેન્ટનું આયોજન કરવાની તક આપવા બદલ માનનીય પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને ‘આત્મનિર્ભર ભારત’નાં તેમનાં વિઝન માટે પ્રધાનમંત્રીને બિરદાવ્યા હતા. તેમણે ગુજરાતમાં DefExpo…

ગુજરાતના ગાંધીનગર ખાતે હવે 10-14 માર્ચ 2022 દરમિયાન આ મેગા ઇવેન્ટનું આયોજન થશે

Contact News Publisherસંરક્ષણ મંત્રીએ DEFEXPO 2022ની તૈયારીઓની સમીક્ષા કરી; કોવિડ સંબંધિત પ્રોટોકોલમાં રાહત આપવામાં આવી…

અમદાવાદ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસ: ભુજના અબ્બાસ સમેજા સહિત 38 આરોપીને ફાંસીની સજા

Contact News Publisherઅમદાવાદ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસ: ભુજના અબ્બાસ સમેજા સહિત 38 આરોપીને ફાંસીની સજા 2008ના…

ગોલ્ડન કટાર પરિવાર કલ્યાણ સંગઠનના ચેરપર્સન શ્રીમતી મોનિકા વાધવાએ મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ ‘સમૃદ્ધિ’નું ઉદ્ઘાટન કર્યું

Contact News Publisherઅમદાવાદ, 16 ફેબ્રુઆરી 2022 ગોલ્ડન કટાર પરિવાર કલ્યાણ સંગઠનના ચેરપર્સન શ્રીમતી મોનિકા વાધવા…

Exclusive News