ગોલ્ડન કટાર પરિવાર કલ્યાણ સંગઠનના ચેરપર્સન શ્રીમતી મોનિકા વાધવાએ મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ ‘સમૃદ્ધિ’નું ઉદ્ઘાટન કર્યું

Contact News Publisher

અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2022

ગોલ્ડન કટાર પરિવાર કલ્યાણ સંગઠનના ચેરપર્સન શ્રીમતી મોનિકા વાધવા દ્વારા ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે 14 ફેબ્રુઆરી 2022ના રોજ મહિલા સશક્તિકરણ માટેના અગ્રેસર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટ અંતર્ગત કાપડ મંત્રાલયના સમર્થ પ્રોજેક્ટ હેઠળ તાલીમ અને ઉત્પાદન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. હાલમાં સેવા આપી રહેલા ત્રીસ જવાનોની ધર્મપત્નીને બે મહિના સુધી સાદડી/રજાઇ વણાટ માટેની તાલીમ આપવામાં આવશે. આ મહિલાઓ માટે કારીગર કાર્ડ્સ તૈયાર કરવામાં આવ્યા હતા અને શ્રીમતી મોનિકા વાધવા દ્વારા આ કાર્ડ્સ તમામ ત્રીસ તાલીમાર્થી મહિલાઓમાં વિતરિત કરવામાં આવ્યા હતા.

જુઓ વીડિયો :

કરિયાવર અસ્વીકાર કરનાર ક્ષત્રિય પરિવાર ને મળીએ

શ્રીમતી મોનિકા વાધવાએ આ પ્રસંગે સંબોધન દરમિયાન મિલિટરી સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તમામ સહભાગી મહિલાઓને તેમના પરિવારની આવકમાં વૃદ્ધિ કરવા માટે તેમનું કૌશલ્ય ખીલવવામાં અને વિકસાવવામાં આ અનન્ય તકનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરી હતી. ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવેલા મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ સમૃદ્ધિથી મહિલાઓના સશક્તિકરણમાં લાંબાગાળાના લાભો થશે.

અહેવાલ :

જગદીશ રમેશભાઈ ભાનુશાલી

માઁ આશાપુરા ન્યુઝ,

અમદાવાદ બ્યુરો,

9725206133 / 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *