દાહોદ / યુવકે અધિકારીઓને ગાળો ભાંડી બોગસ વોટિંગ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસના ઉમેદવાર ડૉ.પ્રભાબેને કરી ફરિયાદ

Contact News Publisher

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન ગઇકાલે પૂર્ણ થયા બાદ હવે દાહોદ લોકસભા મતવિસ્તારના સંતરામપુરના એક ગામમાં બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથને કેપ્ચર કરવામાં આવ્યું હતું. બુથ કેપ્ચરીંગની ઘટના વિજય ભાભોર નામના ઇસમે સોશિયલ મિડિયામાં લાઈવ કરી હતી. જેણે લઈ હવે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેને જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. આ તરફ બૂથ કેપ્ચરીંગના વાયરલ વાડિયો મામલે ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રીપોર્ટ મંગાવ્યો છે.

દાહોદ લોકસભા મતવિસ્તારના મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન બૂથ કેપ્ચરીંગની ઘટના સામે આવી છે. વિગતો મુજબ વિજય ભાભોર નામના યુવકે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હોવાનો અને અન્ય લોકો સાથે મળી બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે. વિજય ભાભોરે બૂથના અધિકારીઓ અને કર્મચારીઓને ગાળો ભાંડી બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનો આક્ષેપ થયો છે. આ તરફ બૂથ કેપ્ચરીંગની ઘટના વિજય ભાભોરે સોશિયલ મિડિયામાં લાઈવ કરી હતી.