ફેમિલી કોર્ટમાં આવતા કેસનો બદલાયો ટ્રેન્ડ, છૂટાછેડા, મા-બાપને હેરાનગતિના કિસ્સા વધતા ફેમિલી કોર્ટનો આંખ ઉઘાડતો ચુકાદો

Contact News Publisher

ગુજરાત તથા સમગ્ર દેશની વાત કરીએ તો ખાસ કરીને કોરોનાકાળ પછી સંબંધોમાં તણાવના અનેક કિસ્સા વધ્યા છે. લગભગ એક વર્ષ પહેલા ગુજરાત હાઈકોર્ટે પણ છૂટાછેડાના વધતા બનાવ અંગે ચિંતા વ્યક્ત કરીને વકીલોને એવી સલાહ આપી હતી કે જો તમે એક લગ્નજીવન બચાવશો તો તે 100 કેસ જીતવા બરાબર જ છે. અત્યારે સંતાન હોય કે પુત્રવધૂ દરેકને હક જોઈએ છે, મિલકતમાં બરાબરીનો હિસ્સો જોઈએ છે પણ એ જ સંતાન કે પુત્રવધૂ જ્યારે વૃદ્ધ મા-બાપ કે સાસુ-સસરાની જવાબદારી લેવાનો સમય આવે છે ત્યારે સિફતપૂર્વક હાથ ઉંચા કરી લે છે અને આ ટ્રેન્ડ જો યથાવત રહ્યો તો તે લગ્ન જેવા પવિત્ર બંધનનું તો નિકંદન કાઢી જ નાખશે સાથે-સાથે સમાજ અને રાષ્ટ્રની વ્યવસ્થાઓ પણ પડી ભાંગશે. આવું ન થાય તેના માટે કેવા પ્રયાસ કરવા ઘટે, હક માટે અવાજ ઉઠાવતા સંતાન કે પુત્રવધૂ ફરજ પ્રત્યે સભાન ક્યારે બનશે, તૂટતી જતી કુટુંબ પ્રથાને કેમ બચાવવી.

સંતાનો મા-બાપથી જુદા રહે એવું ચલણ વધ્યું છે.  દીકરો-વહુ પ્રાઈવસીના નામે અલગ થયા હોય તેવા કિસ્સા વધ્યા છે.  સંયુક્ત કુટુંબની પ્રથા સમાજમાંથી નાબૂદ થઈ રહી છે. લોકો વિભક્ત રહીને વારે-તહેવારે મળવાનું પસંદ કરતા થયા. કહેવા માટે સંબંધ અને જવાબદારી કોઈ નહીં એ પ્રકારનું ચિત્ર ઉભું થયું છે.  સંતાન, પુત્રવધૂ હક માંગવામાં શૂરા, ફરજમાં અધૂરા તો  મા-બાપની સેવા કરવાની ફરજમાં ચૂક કેમ તે મહત્વનો સવાલ. મા-બાપના સંતાનો માટેના ભોગ કેમ ભૂલી જવામાં આવે છે? સંતાન કેમ નથી સમજતા કે તેઓ પણ મા-બાપ બનશે?

ફેમિલી કોર્ટનો ચુકાદો શું હતો?
અમદાવાદ ફેમિલી કોર્ટે પત્નીની ભરણપોષણની અરજી ફગાવી દીધી છે. ભરણપોષણની અરજી ફગાવતા કોર્ટે કેટલાક મુદ્દા ધ્યાને લીધા હતા. કોર્ટે નોંધ્યું કે પત્નીએ પતિને હેરાન કર્યો છે. અરજી ફગાવાતા પત્નીએ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે.
ફેમિલી કોર્ટે ક્યા મામલે ચુકાદો આપ્યો?
2006માં ગાંધીનગરના યુવકના લગ્ન થયા હતા. જે યુવતી સાથે લગ્ન થયા તે સુરેન્દ્રનગરની રહેવાસી હતી. યુવતી તેના મા-બાપનું એકમાત્ર સંતાન હતી. લગ્ન બાદ તુરત જ યુવતીએ પ્રાઈવસી માટે ઝઘડા શરૂ કર્યા હતા. યુવતીને યુવકના પરિવારજન સાથે બેસવું કે બોલવું ફાવતું નહતું. સમય જતા યુવતીના ઝઘડા વધવા લાગ્યા હતા. ઘરકામ કે સાસુ-સસરાની સેવાનો યુવતીએ સ્પષ્ટ ઈન્કાર કર્યો. સમજાવટ છતા યુવતી જુદા રહેવાની જીદ પકડીને બેઠી હતી. યુવતીના સાસુ પથારીવશ થયા છતા યુવતી તેની સેવા કરતી ન હતી. યુવતીને જમવાનું પણ ઉપર આપી જવું પડતું હતું. યુવતીએ શરત મુકી કે અલગ રહીએ પછી જ સંતાન અંગે વિચારીશું પતિ પરિવારથી જુદો થવા માંગતો નહતો. 2012માં એક દિવસ યુવતી કોઈને કહ્યા વગર ઘરેથી ચાલી ગઈ. યુવકના પરિવારજનો યુવતીને સમજાવવા ગયા. યુવતી કે તેના મા-બાપ ન માન્યા. યુવતીએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા અને ભરણપોષણનો કેસ કર્યો. યુવતીએ કારણ આપ્યું કે પતિની કમાણી ઉપર આખું ઘર નભે છે. યુવતીએ એવી દલીલ કરી કે તેનું ભવિષ્ય સુરક્ષીત નથી. ફેમિલી કોર્ટે યુવતી ભરણપોષણની હકદાર નથી તેવું સ્પષ્ટ જણાવ્યું.