‘મારા દીકરાના કારણે આવો સમય…’, 40 લાખનું દેવું કરી માતા-પિતાએ પુત્રને વિદેશ મોકલ્યો, બાદમાં રઝળતા કરી દેતા આપઘાત કર્યો

Contact News Publisher

આપણે ત્યાં કેટલાય યુવાનોને વિદેશ જવાના અભરખા હોય છે. જોકે કોઈક વાર માતા-પિતા પર બાળકોની ઈચ્છાશક્તિને માન આપી તેમણે વિદેશ મોકલવા તમામ પ્રયત્નોની સાથે મોટી રકમ ખર્ચ કરતાં હોય છે. સુરતમાં પણ આવી જ એક ઘટનામાં કરૂણ અંજામ સામે આવ્યો છે. જેમાં માતા-પિતાએ દેવું કરી પોતાના સંતાનને વિદેશ મોકલ્યો હતો. જોકે કળિયુગી દીકરાએ વિદેશ પહોંચ્યા બાદ માં-બાપ સાથે સંબંધ તોડી નાખ્યો હતો. આ તરફ પોતાના વ્હાલસોયા દીકરાએ સંબંધ કાપી નાખતા લાગી આવતા વૃદ્ધ દંપતીએ આપઘાત કરી લીધો છે. વૃદ્ધ દંપતીએ સ્યુસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવી દેતાં હડકંપ મચી ગયો છે.

ડાયમંડ સિટી સુરતથી એક દર્દનાક, ચોંકાવનારા અને ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુરતના સરથાણામાં વૃદ્ધ દંપતીએ આપઘાત કરી લીધો છે. પ્રાથમિક વિગતો મુજબ ચુનીભાઇ ગેડિયા નામના વ્યક્તિએ તેમની પત્ની સાથે આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું છે. જેમાં માતાપિતાને પુત્રએ રઝળતા મુકી દેતા દંપતીએ જીવન ટૂંકાવી દીધું હોવાનું ખૂલ્યું છે.

આ માતાપિતાએ પોતાના વહાલસોયા પુત્રને ભણાવી-ગણાવી માથે દેવુ કરીને વિદેશ મોકલ્યો હતો. જોકે વિદેશ ગયા બાદ પુત્રએ જ મોઢું ફેરવી લેતા વૃદ્ધ દંપતિએ આપઘાત કરી લીધો છે. પુત્રએ માતા પિતા સાથે તમામ સંબધો અને વ્યવહાર બંધ કરી દીધો. જેને લઈ આઘાતમાં આવેલા માતાપિતાએ સ્યુસાઇડ નોટ લખી અને ગળેફાંસા ખાઇ કર્યો આપઘાત કરી લેતા સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે.