સટ્ટાની લાલચ પડી ભારે: બનાસકાંઠાના યુવાને દાગીના વેચીને 15 લાખ ચૂકવ્યા, લેણદારોથી ત્રાસીને કરી આત્મહત્યા

Contact News Publisher

બનાસકાંઠાના ટડાવ ગામે યુવાનને સટ્ટાના ચક્કરમાં ફસાયો હતો. સટ્ટામાં દેવાદાર બન્યા બાદ પઠાણી ઉઘરાણીથી કંટાળીને યુવકે આપઘાત કર્યો હતો. બનાસકાંઠાના ટડાવ ગામના યુવકે સટ્ટામાં 15 લાખ હારી જતા વારંવારની ઉઘરાણીથી કંટાળી આત્મહત્યા કરી લીધી છે.15 લાખ જેટલી રકમ હાર્યા બાદ યુવકે લેણદારોને દાગીના વેંચીને પૈસા આપ્યા હતા.

સુસાઈડ નોટમાં નામનો કર્યો ઉલ્લેખ

રણજીત નરસંગ જોષી  ગામ ટડાવ તાલુકો વાવ   
ભરત કાનજી રાજપૂત   ગામ  ટડાવ તાલુકો વાવ
દિલીપ નરસંગ જોષી ગામ ટડાવ તાલુકો વાવ

પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી

લેણદારો યુવકને વારંવાર મારી નાખવાની ધમકી આપી પરેશાન કરતા હતાં.આખરે પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી.

 

આ શખ્સોનો સુસાઈડનોટમાં ઉલ્લેખ કર્યો હતો કે આ ત્રણેય શખ્સો વાંરવાર મને ત્રાસ આપે છે. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. માવસરી પોલીસ સ્ટેશમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.