પહેલા આચાર સંહિતાના નામે વેક્સીન સર્ટિ. પરથી મોદીજીનો ફોટો હટ્યો, હવે માંગ ઘટાડાના નામે કંપની રસી પાછી ખેંચવા માંડી

Contact News Publisher

એક અંદાજ મુજબ 90 ટકા ભારતીયો સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં ઉત્પાદિત AstraZenecaની CoviShield રસી લઈ ચૂક્યાં છે
– આ રસીથી હાર્ટએટેક કે બ્લડ ક્લોટિંગની શક્યતા હોવાનું કંપનીએ કોર્ટમાં સ્વીકાર્યું છે

પહેલા આચારસંહિતાના નામે વેક્સીન સર્ટિફિકેટ પરથી મોદીજીનો ફોટો હટાવી લેવાયો અને હવે (સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં પણ ઉત્પાદન થયું હોવાથી મોદીજી અને એમના સમર્થકો જેના જનક હોવાનો લીંબડ જશ ખાટતા હતા એવી) કોવિશિલ્ડની જનક કંપની AstraZenecaએ ઘટેલી માંગના બહાને વિશ્વભરના બજારોમાંથી પોતાની રસી પરત ખેંચવાનું શરૂ કરી દીધું છે.

મજાની વાત એ છે કે ઠેર ઠેર ભગવાનના નામે કે એમની મૂર્તિ-ફોટા સાથે મત માગીને આચારસંહિતાનો છડેચોક ભંગ કરનારા ભાજપને છેક વેક્સીન સર્ટિફિકેટ પર આચારસંહિતા નડી ગઈ અને રસીના કારણે હાર્ટએટેક કે બ્લડ ક્લોટિંગની શકયતા હોવાનું કોર્ટમાં પુરવાર થતા કંપનીએ રસી પાછી ખેંચવાની શરૂ કરી દીધી.

Covishield નિર્માતા AstraZeneca (AZN Ltd) વિશ્વભરમાં તેની કોવિડ-19 રસી પાછી ખેંચી લેશે. મંગળવારે (7 મે, 2024)ના રોજ બ્રિટિશ-સ્વીડિશ બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી કંપનીએ માહિતી આપી કે તેણે રસી પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એક રિપોર્ટમાં કંપનીએ ઉલ્લેખ કર્યો છે કે માંગમાં ઘટાડાને કારણે તેણે આ પગલું ભરવું પડ્યું છે.

AZN લિમિટેડે પણ માહિતી આપી હતી કે તે યુરોપમાં વેક્સઝેવરિયા રસીની માર્કેટિંગ અધિકૃતતા પાછી ખેંચી લેશે.

કંપનીના નિવેદન અનુસાર, “કોરોના રોગચાળા પછી ઘણી કોવિડ -19 રસી બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, અપડેટેડ રસી પણ બજારોમાં ઉપલબ્ધ છે.” એસ્ટ્રાઝેનેકાએ એમ પણ કહ્યું કે આ કારણોસર તેની વેક્સજાવરિયા રસીની માંગમાં ઘટાડો થયો છે. આ જ કારણ છે કે ન તો તેનું ઉત્પાદન થઈ રહ્યું છે અને ન તો સપ્લાય થઈ રહ્યું છે.

રસીથી ગંભીર જોખમ હોવાનું કંપનીએ કોર્ટમાં સ્વીકાર્યું

થોડાં દિવસો પહેલા એસ્ટ્રાઝેનેકાએ કોર્ટના દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું હતું કે ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં વિકસિત તેમની રસી ગંભીર જોખમ ઊભું કરી શકે છે. શરીરમાં લોહી ગંઠાવવાની ગંભીર સમસ્યા ઉભી થઈ શકે છે.

Oxford-AstraZeneca Covid રસી, ભારતમાં Covishield તરીકે અને યુરોપમાં Vaxjavria તરીકે વેચવામાં આવે છે, તે વાયરલ વેક્ટર રસી છે. જે સંશોધિત ચિમ્પાન્ઝી એડેનોવાયરસનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવી હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) સાથે ભાગીદારી કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ 90 ટકા ભારતીયો Covishield રસી લઈ ચૂક્યાં છે.