‘હું રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાંથી પોલીસ બોલું છું, તમે તમારી પત્ની સાથે શું બોલાચાલી કરી છે?’ કહી યુવકને ધમકી આપી

Contact News Publisher

થોડા દિવસ પહેલા ક્રાઈમ બ્રાંચના પોલીસ તરીકેની ઓળખ આપી રૂ.8 હજારની લૂંટ ચલાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ વધુ એક બનાવમાં કેટરર્સ સંચાલકને ક્રાઈમ બ્રાંચમાંથી બોલું છું કહી ધમકાવતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. કેટરર્સ સંચાલક હાર્દિક બગડાઇ નામના યુવકે આહીર ચોક પાસે રહેતા યશ મુકેશભાઈ ડોડિયા નામના શખસ સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આઇપીસી 170 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

છૂટાછેડા આપ્યા બાદ પૂર્વ પત્નીનો ફોન આવ્યો
ફરિયાદી હાર્દિક દિપકભાઈ બગડાઇ (ઉં.વ.38)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટ વાવડી ખાતે ઓમ સાઇ કેટરર્સ નામથી કેટરર્સનું કામ કરી મારૂ તથા મારા પરિવારનુ ગુજરાન ચલાવું છું. મારા લગ્ન થઈ ગયા છે, મારી પત્નીનુ નામ મહેશ્વરી છે. જેને વર્ષ 2021માં છૂટાછેડા આપી દીધા છે. ગત તા.18.11.2023ના બપોરના 12 વાગ્યાના અરસામા હું લક્ષ્મીવાળી ક્વાર્ટર નંબર 112 ખાતે મારા મિત્ર અલ્પેશભાઈ પરમારના ઘરે કામ અંગે ગયો હતો. તેના ઘરે બેઠો હતો ત્યારે મારા ફોનમાં મારી પત્ની મહેશ્વરી કે જેની સાથે મારે વર્ષ 2021માં છૂટાછેડા થયા તેનો મને ફોન આવ્યો હતો. મારે પૈસા જોઇએ છે તેમ કહી મારી
સાથે બોલાચાલી કરવા લાગી હતી. જેથી મેં તેને કહ્યું કે, હું મારા મિત્ર અલ્પેશભાઈના ઘરે છું જેથી તે બપોરના 2 વાગ્યે મારા મિત્રના ઘરે આવેલ અને ત્યાંથી તે
કાંઇ બોલ્યા વગર ચાલી ગયો હતો.

ફોન કરનારનો અવાજ હું ઓળખી ગયો
સાંજના 4.30 વાગ્યાની આસપાસ હું મારા મિત્રના ઘરે બેઠો હતો ત્યારે મને મારા ફોનમા અજાણ્યા નંબર પરથી ફોન આવતા મેં ફોન ઉપાડતા ફોનમા બોલનારે મને કહ્યું કે, હું રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાંથી પોલીસ બોલું છું, તમે તમારી પત્ની સાથે બપોરના શું બોલાચાલી કરી છે તેમ કહેવા લાગતા મેં તેને કહ્યું કે, મેં કોઈ બોલાચાલી કરી નથી તે મારી પાસે પૈસા માગતી હોય, જેથી મેં તેને ના પાડી હતી. આટલી વાત કરતા ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલું છું તેવો ફોન કરનારનો અવાજ હું ઓળખી ગયો હતો અને તે અવાજ અગાઉ મારા કેટરર્સમાં ડ્રાઇવરમાં નોકરી કરતો યશ મુકેશભાઈ ડોડિયાનો હતો.

Exclusive News