RTE પ્રવેશને લઇ અમદાવાદ DEOનો મોટો નિર્ણય, તમામ ખાનગી શાળાઓને આપ્યો આ આદેશ, જાણો શું

Contact News Publisher

RTE પ્રવેશ મુદ્દે અમદાવાદની ખાનગી શાળાઓને DEO દ્વારા પરિપત્ર કરી સૂચના આપવામાં આવી છે. વાલીઓ પાસે વધારાનાં દસ્તાવેજ ન મંગાવવા શાળાઓને સૂચના આપતો પરિપત્ર કરવામાં આવ્યો છે. અનેક શાળાઓ વાલીઓ પાસે વધારાનાં દસ્તાવેજ માંગતી હોવાની ફરિયાદને લઈ DEO દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે.

ઓનલાઈન ફોર્મ ભરતા સમયે જ વાલીઓ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરે છે-DEO
આ સમગ્ર મામલે અમદાવાદ શહેર જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખાનગી શાળાઓને ઉદ્દેશીને પરિપત્ર કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, તા. 15.4.2024 નાં પ્રથમ રાઉન્ડમાં વર્ષ 2024-25 માં શાળામાં આર.ટી.ઈ. હેઠળ ફાળવાયેલ બાળકોનાં વાલીઓ પાસેથી એડમિટ કાર્ડમાં જેટલા દસ્તાવેજોની જરૂર છે. તેટલા જ દસ્તાવેજોની ઓરીજનલ કોપી વાલીને આપવાની હોય છે. આપનાં દ્વારા વાલીઓ પાસેથી વધારાનો દસ્તાવેજો માંગવાનાં રહેશે નહિં.

તેમજ બાળકોને એડમિશન આપી ઓનલાઈન એડમિટ કરવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ અન્યથા શિક્ષણ વિભાગની જોગવાઈ મુજબ આર.ટી.ઈ. એક્ટ 2009 માં અધિનિયમની કલમ-19 મુજબ પ્રથમ પ્રસંગે વિદ્યાર્થી દીઢ રૂા. 10,000 નો દંડ કરવામાં આવશે. જેની નોંધ લેવાનું અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવ્યું છે.