અમદાવાદ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસ: ભુજના અબ્બાસ સમેજા સહિત 38 આરોપીને ફાંસીની સજા

Contact News Publisher

અમદાવાદ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસ: ભુજના અબ્બાસ સમેજા સહિત 38 આરોપીને ફાંસીની સજા

2008ના વર્ષમાં અમદાવાદ શહેરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં વિશેષ કોર્ટે સજાની સુનાવણી કરી દીધી છે. આ કેસમાં 49 લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યાં હતા. 49 દોષિતોમાંથી કોર્ટે 38 આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. 49 દોષિતોમાંથી 11 આરોપીને જીવે ત્યાં સુધી કેદની સજા સંભળાવવામાં આવી છે. સાથે જ વિશેષ કોર્ટે મૃતકોને 1 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે ઈજાગ્રસ્તને 50 હજાર અને સામાન્ય ઈજા થઈ હોય તેમને 25 હજારનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ કોર્ટે દરેક દોષિતને 2.85 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમમાંથી મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોને સહાય ચૂકવવામાં આવશે.

આ સાથે જ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલો ભુજનો અબ્બાસ સમેજા જે ભુજની જિમમાં ઇન્સટ્રક્ટર તરીકે કામ કરતો હતો, જે 2001 થી સિમીનો સક્રિય કાર્યકર હતો, સમેજાએ તેનું ભુજ સ્થિત મકાન સીમીને વેંચ્યું હતું. જેને પણ આ સુનાવણીમાં ફાંસીની સજા કરાઇ છે.
અમદાવાદમાં 26 જુલાઈ, 2008ના રોજ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ કેસમાં આખરે 14 વર્ષે ચુકાદો આવી ગયો છે. આ કેસમાં 15 ફેબ્રુઆરી, 2022ના રોજ અમદાવાદ ખાતે થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજા મામલે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઈ હતી. વિશેષ કોર્ટે દોષિતોનો, બચાવ પક્ષના વકીલોનો અને પ્રોસિક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો. પ્રોસિક્યુશન દ્વારા દોષિતોને ફાંસીની સજાની માગણી કરવામાં આવી હતી, જ્યારે બચાવ પક્ષે ઓછામાં ઓછી સજાની માંગણી કરી હતી.

26 જુલાઈ, 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટમાં સુરતમાં આશરે 15 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી. અમદાવાદમાં 20 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 78 આરોપી સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. આ કેસમાં હજી પણ 8 આરોપી ફરાર છે. 26 જુલાઈ, 2008ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં કુલ 56 લોકોનાં મોત થયા હતા અને 200થી વધારે લોકો ઘાયલ થયા હતા. અમદાવાદમાં કુલ 21 જગ્યાએ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. સાંજે સાડા છ વાગ્યાથી લઈને રાત્રે સાડા આઠ વચ્ચે આ સિરિયલ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટને પગલે અમદાવાદ આખું રક્તરંજિત થયું હતું.

અમદાવાદ-સુરતમાં વિસ્ફોટકો લવાયા હતા. બ્લાસ્ટ માટે આતંકીઓએ 13 સાયકલો ખરીદી હતી. એવી પણ જાણકારી મળી છે કે સ્થાનિક સ્લીપર સેલનો બ્લાસ્ટમાં ઉપયોગ કર્યો હતો. મુફ્તી અબુ બશીરે સ્લીપર સેલ તૈયાર કર્યો હતો
38 આરોપીઓને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા, ઇજાગ્રસ્તોને રુ 50,000 નું વળતર સરકાર આપશે
38 આરોપીઓને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા ફટકારવામાં આવી છે, સાથે જ ઇજાગ્રસ્તોને રુ 50,000 નું વળતર સરકાર આપે તેવો કોર્ટે આદેશ કર્યો છે. તો મૃતકના પરિવારને રાજ્ય સરકાર 1 લાખ વળતર આપે તેવો કોર્ટે હુકમ કર્યો છે.

—————

આ 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારાઇ

જાહીદ ઉર્ફે જાવેદ – ફાંસી, ઇમરાન ઇબ્રાહીમ શેખ – – ફાંસી, ઇકબાલ કાસમ શેખ – ફાંસી, સમુસુદ્દીન શેખ – ફાંસી,ગ્યાસુદ્દીન અન્સારી – ફાંસી,મોહંમદ આરીફ કાગઝી – ફાંસી, મોહંમદ ઉસ્માન અગરબત્તીવાળા – ફાંસી,હુસૈન મન્સુરી – ફાંસી,કમરૂદ્દીન ઉર્ફે રાજા – ફાંસી,આમીલ પરવાજ – ફાંસી,સીબલી ઉર્ફે સાબીત – ફાંસી, સફદર હુસૈન નાગોરી – ફાંસી, હાફીજહુસૈન અદનાન – ફાંસી, મોહંમદ સાજીક સાદ – ફાંસી, અબુબસર ઉર્ફે મુફ્તી શેખ – ફાંસી, અબ્બાસ સમેજા – ફાંસી, જાવેદ અહેમદ શેખ – ફાંસી,

Watch the  video news of this report 

ભારતનાં દુશ્મનોને કુદરત સજા આપે એ પહેલાં કોર્ટે આપી આકરી સજા

અતિકુરરહેમાન ખીલજી – આજીવન કેદ, મહેંદીહસન અન્સારી – – આજીવન કેદ, ઇમરાન અહેમદ પઠાણ – આજીવન કેદ, મહંમદ અલી અબુબકર – આજીવન કેદ,મહંમદ ઇસ્માઇલ મન્સુરી – ફાંસી, અફઝલ ઉસ્માની – ફાંસી, મોહંમદ સાદીક શેખ – – આજીવન કેદ, મહંમદ આરીફ શેખ – ફાંસી,આસીફ શેખ – ફાંસી,રફીયુદ્દીન કાપડીયા – આજીવન કેદ,મહંમદ આરીફ મીરઝા – ફાંસી,કયામુદ્દીન કાપડીયા – ફાંસી,મહંમદસૈફ શેખ – ફાંસી,જીસાન અહેમદ – ફાંસી, ઝીયાઉર રહેમાન – ફાંસી,મોહંમદ શકીલ લુહાર – ફાંસી, અનીક ખાલીદ મોહંમદ અકબલ ચૌધરી – ફાંસી,ફઝલે રહેમાન દુરાની – ફાંસી,મોહંમદ નૌસાદ સૈયદ અહેમદબાવા બરેલવી – ફાંસી, સરફુદ્દીન સત્તાર – ફાંસી, સૈફુર રહેમાન અન્સારી – ફાંસી,મોહંમદ અન્સાર સાદુલી અબ્દુલકરીમ – ફાંસી, મોહંમદ તનવીર પઠાણ – ફાંસી,આમીન ઉર્ફે રાજા – ફાંસી,મોહંમદ મોબીન – ફાંસી, મોહંમદઅબરાર મણીયાર મોહંમદ રફીક – ફાંસી, તૌસીફખાન પઠાણ – ફાંસી

અહેવાલ :

માઁ આશાપુરા ન્યુઝ,

ક્રાઈમ બ્યુરો,

Maa news live (all social media )

9725206123 / 32

1 thought on “અમદાવાદ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસ: ભુજના અબ્બાસ સમેજા સહિત 38 આરોપીને ફાંસીની સજા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *