રાજુલામાં બિરિયાની-દૂધીનો હલવો ખાધા બાદ 15 બાળકો સહિત 200 બીમાર પડતાં હોસ્પિટલ ભેગા, આરોગ્ય તંત્ર દોડતું થયું

Contact News Publisher

અમરેલીના રાજૂલામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. ડુંગર ગામે 200થી વધુ વ્યક્તિઓને ઝેરી ભોજનની અસર થઈ છે, 30 વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગના જમણવારમાં જમ્યા પછી આ તમામ વ્યક્તિઓેને ઝાડા-ઉલટીઓ થતા અસરગ્રસ્તોને રાજુલા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પાપ્ત વિગતો મુજબ લગ્ન પ્રસંગના જમણવારમાં નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવો બનાવવામાં આવ્યો હતો. જે ભોજન 2500થી વધુ લોકોએ લીધું હતું. જેમાંથી 200 જેટલા લોકોને આ ભોજનની અસર થઈ હતી. ફૂડ પોઈઝનિંગની અસર થતા અલગ-અલગ સ્થળે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ડૂગર ગામે મુસ્લિમ પરિવાર રફીક ઝાખરાના ઘરે લગ્ન પ્રસંગ હતો ત્યાં આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી

આ ફૂડ પોઈઝનિંગ નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવામાંથી થઈ હોવાની શક્યતાઓ છે. મળતી માહિતી મુજબ 2500થી 3000 જેટલા લોકોને ભોજન જમ્યુ હતું. જેમાંથી હાલ 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જે 200માં 15થી વધુ બાળકો પણ છે. જો કે, આ સમગ્ર મામલે હાલ તો આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે.