ભુજના આઈયાનગરમાં દિવસમાં દર ૧પ મિનિટે લાઈટની આવન જાવનથી પરેશાની

Contact News Publisher

ભુજ : આઈયાનગરમાં છેલ્લા ઘણા સમયથી દિવસમાં ચારથી પાંચ વખત લાઈટની અવર જવર થાય છે. જેથી આઈયાનગર વિકાસ સમિતિના પ્રમુખના માર્ગદર્શન તળે રહેવાસીઓ હિતેન્દ્રભાઈ મકવાણા, સુનિલભાઈ દવે, તારકભાઈ વોરા, તેજસ ક્ષત્રિય દ્વારા પીજીવીસીએલના જાેઈન્ટ ડાયરેક્ટર પ્રીતિબેન શર્માને તેમજ જુનિયર એન્જિનિયર શ્રી ઠક્કરને લેખીતમાં રજૂઆત કરી હતી. શ્રી ઠક્કર દ્વારા ફીડરની લંબાઈ ઓછી કરી તથા અન્ય ટેકનીકલ ઉપાયો દ્વારા વહેલી તકે આ સમસ્યાનો નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.ઉલ્લેખનીય છે કે, દિવસમાં ત્રણથી ચાર વખત ૧૦ થી ૧૫ મિનિટ માટે રોજ ટ્રિપિંગના કારણે લાઇટ બંધ થાય છે. રજૂઆત કરતા જાણવા મળેલ કે ફીડરની લંબાઈ ભૂજથી કરીને સેડાતા સુધી છે. તેમજ અમુક વિસ્તારમાં લાઈન જંગલખાતાના જમીન વિસ્તારમાંથી પસાર થતી હોવાથી ત્યાં ઝાડી કે ઝાડ કટીંગની પરમિશન ન હોતા વારંવાર વીજતાર ઝાડની ડાળીઓના સંપર્કમાં આવતા ટ્રિપિંગની સમસ્યા ઊભી થયેલ છે બંને તંત્ર વચ્ચે યોગ્ય સંકલન કરી આ સમસ્યાનો વહેલી તકે નિવારણ આવે એવું આઈયાનગરના રહેવાસીઓ ઇચ્છી રહેલ છે.