ભુજની સરકારી પોલીટેકનીક કોલેજને એવોર્ડ અપાયો.

Contact News Publisher

ભુજ : શહેરમાં હિલગાર્ડન સામે આવેલી ધોરણ ૧૦ બાદ ટેક્નીકલ ડિપ્લોમા ઈન્જિનીયરીંગ કોલેજ, સરકારી પોલીટેકનીક ભુજના ત્રણ કોર્સ કોમ્પ્યુટર એન્જીનીયરીંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગને વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૫ સુધી નેશનલ બોર્ડ ઓફ એક્રીડીએશનની માન્યતા મળતા તે કચ્છની એક માત્ર એનબીએની માન્યતા ધરાવતી સંસ્થા બની ગયેલ છે. એનબીએ એ શૈક્ષણિક ગુણવતા તથા ક્વોલીટી માપદંડ માટે આંતરરાષ્ટ્રિય ધારાધોરણનું પાલન કરતી રાષ્ટ્રિય કક્ષાની સંસ્થા છે. આ સંદર્ભે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ૧૬માં સ્થાપના વર્ષે ચાંદખેડા ગાંધીનગર ખાતે યોજાયેલયુનિવર્સિટીના એવોર્ડ ફંક્શનમાં સરકારી પોલીટેકનીક ભુજને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના આચાર્ય ડો. ગૌરાંગ વી. લાખાણીએ ઉપસ્થિત રહીને સંસ્થાને મળેલ એવોર્ડ પદ્મશ્રી ડો. નાગેંદ્ર, વાઈસ ચાંસેલર, એસ-વ્યાસા યુનિવર્સીટી, બેગ્લોર, જીટીયુના રજીસ્ટ્રાર કે.એન. ખેર, જીટીયુના ઈંચાર્જ વાઈસ ચાંસેલર પંકજરાય પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં માટી. સીથારામ, ચેરમેન, એઆઈસીટીઈના હસ્તે સ્વીકાર્યો હતો.