ભુજમાં પુત્રને ખીચા ખર્ચી ન મળતા આધેડ વયના પિતા ઉપર ચપ્પુ વડે હુમલો કરી દીધો

Contact News Publisher

સમાજમાં યોગ્ય પારિવારિક વાતવરણના અભાવે ઓનર કિલિંગ સહિતની આશ્ચર્યજનક ગુન્હાહિત ઘટનાઓ સતત સામે આવતી રહે છે, જે ક્યાંક ને ક્યાંક સમાજ જીવન માટે ચિંતાજનક બાબત ગણી શકાય. આજ પ્રકારનો કિસ્સો ભુજ ખાતેની પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક જુવાનજોધ યુવકે પૈસા ના મળતા પોતાનાજ માતા પિતાને ગાળાગાળી કરી ઘરમાં પડેલા ચપ્પુ વડે ઇજા પહોંચાડી ફરાર થઇ ગયો હતો. મહાજન કોમના ગરીબ પરિવારમાં બનેલી ઘટનાથી ઓરિએન્ટ વિસ્તારમાં ચકચાર પ્રસરી ગઈ હતી. પોલીસે પિતા ઉપર હુમલો કરનાર પુત્રની શોધખોળ હાથ ધરી છે.

આ અંગે ભુજ બી ડિવિઝન મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી દિલીપભાઈ કેશરભાઈ ઠકકર પોતાના પરિવાર સાથે ઓરિએન્ટ કોલોની ખાતે રહે છે, તેમનો પુત્ર ધર્મેશ કઈ કામધંધો કરતો ના હોવાથી અવારનવાર પૈસા માંગી પરેશાન કરતો રહે છે. જ્યાં ગઈકાલે છૂટાછેટા પામેલો પુત્ર માત્ર ઘરે જમવા આવે છે આ દરમિયાન તણે અંગત ખર્ચ માટે પૈસા માંગ્યા હતા જેની મનાઈ કરતા પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને મને અને તેની માતાને ગાળાગાળી કરી ઘરમાં પડેલુ ચપ્પુ લઈ આવી જમણા હાથની હથેળીમાં મારી ઇજા પહોંચાડી દીધી હતી. ઘટનાને અંજામ આપી બેરોજગાર પુત્ર પલાયન થઈ ગયો હતો. પોલીસે પિતાની આપવીતીના આધારે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.