ભુજમા મીટર પદ્ધતીથી વ્યાજખોરી ફાટીને ધુમાડે ગઈ.

Contact News Publisher

ભુજ : હાલ થોડા દિવસ પહેલા જ પોલીસ દ્વારા વ્યાજખોરી સહિતના પ્રશ્ને લોક દરબારનુંં આયોજન કર્યુ હતુ, લોક દરબારમાંં થયેલી રજૂઆતો અનુસંધાને પોલીસ દ્વારા કડક પગલા પણ લેવાય છે. એક તરફ પોલીસ દ્વારા વ્યાજખોરી નાબુદ કરવા માટે એડીચોટીનુ જાેર લગાવી કાર્યવાહી કરાય છે જયારે બીજીતરફ ભુજના અમુક વીસ્તારમાં ‘મીટર’ પદ્ધતીથી ઉઘરાતા વ્યાજથી કેટલાક લોકો પીસાઈ જાય છે. મીટર પદ્ધતીથી વ્યાજે નાણાં આપતા વ્યાજખોરો કયારેક પોલીસના સકંજામાં આવતા નથી.
શહેરના ભીડ ગેટ, આત્મારામ વિસ્તાર, અમન નગર ચાર રસ્તા, લખુરાઈ ચાર રસ્તા સહિતના વિસ્તારમાં અનેક લોકો મીટર પદ્ધતીથી વ્યાજે નાણા ઉઘરાવતા થયા છે, જેમાં એક દિવસ વ્યાજ મોડુ થાય તો પેનલ્ટી અને મીટરનો દર વધી જાય છે. વાત કરીએ તો, એક લાખ રુપીયા વ્યાજે લીધા હોય તો દરરોજના ૧પ૦૦ રુપીયા આપવાના એટલે એક મહિનાનો ૪પ હજાર રુપીયા વ્યાજ થયો, એક લાખ રૂપીયા મુડી તો અલગથી આપવાની જ હોય છે.
બીજી તરફ, જાે દરરોજના આપવાનો થતો ૧પ૦૦ રૂપીયા મીટરમાંં એક દિવસ પણ મોડો થાય તો ૧પ૦૦ના બદલે પેનલ્ટી સહિત તે દિવસના ર હજાર રુપીયા ઉઘરાવાય છે. એક લાખ રુપીયા અપાય ત્યારે કોઈ પણ રકમ કાપવામા આવતી નથી અને બીજા દિવસથી મીટર ચાલુ થઈ જાય છે. પોલીસ ચોપડે નોધાયેલા અનેક ગુનામાંં બે-પાચ કે દસ ટકા વ્યાજની ફરિયાદ નોંધાય છે, પણ મીટર પદ્ધતીથી વ્યાજ ઉઘરાવતા એકેય શખસ સામે હજુ ગુનો નોંધાયો નથી.
પોલીસ દ્વારા વ્યાજખોરી નાબુદી માટે લોક દરબાર યોજાય છે અને તાત્કાલીક ફરીયાદ પણ નોધાઈ જાય છે પણ જેની સામે બેખોફ બનેલા આવા મીટર વાળા વ્યાજખોરો પણ પોલીસની બીક વીના પોતાના રેગ્યુલર ધંધાની આડમાં વ્યાજખોરીનો ધંધો કરતા થઈ ગયા છે. નોંધનીય છે કે, થોડા દિવસ પુર્વે જ એક ભુતપુર્વ ટીઆરબી જવાન પોતાનો ઘરબાર મુકી નાસી ગયો છે જે બાબતે તેની પત્નીએ પોલીસ ચોપડે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે, આ યુવક પણ કોન્ટ્રાકટરના વ્યવસાય વેળાએ મીટરે વ્યાજે લીધા હતા જેના ડબલ નાણા ચુકવી આપ્યા હોવા છતાય પણ મીટર ચડતો ગયો હતો.

અમુક તો પોતાના વેપાર-ધંધાની આડમાં મીટરે વ્યાજનો ધીકતો ધંધો શરૂ કર્યો

શહેરના ભીડ ગેટથી આત્મારામ સર્કલ, અમન નગર ચાર રસ્તા તેમજ કેમ્પ વિસ્તારમાં રહેતા અનેક લોકો પોતાના રેગ્યુલર ધંધાની આડમાં મીટરે વ્યાજે નાણા ધીરવાનો ધંધો શરૂ કર્યો છે. અમુક લોકો ભંગારના વાડા ખોલી બેઠા છે, જે ધંધો માત્ર દેખાડા ખાતર કરતા હોય છે અને મુળ ધંધો મીટરે વ્યાજે નાણા ધીરવાનો હોય છે. તો અમુક લોકો કરીયાણાની દુકાન ખોલી બેઠા હોય છે અને ધંધો મીટરે વ્યાજ આપવાનો કરતા હોય છે, તો અમુક લોકો કોન્ટ્રાકટર, રીયલ એસ્ટેટ, જમીનના લે-વેચની આડમાં મીટરે વ્યાજ ધીરધાર કરતા હોય છે.

Exclusive News