NIDM તથા NDMAના શીર્ષ અધિકારીશ્રીઓએ કચ્છના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને જાત નીરીક્ષણ કર્યું

Contact News Publisher

NIDM તથા NDMAના શીર્ષ અધિકારીશ્રીઓ નલીયા, જખૌ, નારાયણ સરોવર, કોટેશ્વર ખાતે પહોંચ્યા
૦૦૦૦
વાવાઝોડા બાદની સર્વગ્રાહી સમીક્ષા હેતુ સ્થાનિક અધિકારીશ્રીઓ સાથે સંવાદ કરીને વિગતો મેળવી
૦૦૦૦

બિપરજોય વાવાઝોડા સંદર્ભે ડૉક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા NIDM (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ) તથા NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)ના શીર્ષ અધિકારીશ્રીઓએ કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. દિલ્હી આવેલી શીર્ષ અધિકારીશ્રીઓની ટીમ કચ્છના નલીયા, નારાયણ સરોવર, કોટેશ્વર અને લખપતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચી હતી.

ટીમના સભ્યોએ વાવાઝોડા પૂર્વે તંત્રની તૈયારીઓ અને ત્યારબાદ પુન:સ્થાપનની કામગીરી અંગે સ્થાનિક અધિકારીશ્રીઓ સાથે સંવાદ કરીને વિગતવાર જાણકારી મેળવી હતી. આ ઉપરાંત, અસરગ્રસ્ત ગામોના સરપંચશ્રીઓ સાથે પણ મુલાકાત કરીને વહીવટીતંત્રની કામગીરી વિશે પૃચ્છા કરી હતી. ખાસ કરીને ઝીરો કેઝ્યુઆલટીના અભિગમ સાથે કેવી રીતે તૈયારીઓ કરવામાં આવી હતી અને સ્થળાંતર વગેરેને લઈને કેવી કેવી મુશ્કેલીઓનો સામમો કરવો પડ્યો તે અંગે સ્થાનિક અધિકારીશ્રીઓના અનુભવોની જાણકારી ટીમના સભ્યોએ મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન NIDMના પ્રો.ડૉ. સૂર્યપ્રકાશ, યંગ પ્રોફેશનલ શ્રી વિમલ તિવારી અને હરીહરાકુમાર દેવડા, કમ્યુનિકેશન કન્સલ્ટન્ટશ્રી સિંધુજા ખજુરીયા, કચ્છ જિલ્લાના ફિશરીઝ વિભાગના અધિકારીશ્રી જે.પી.તોરણીયા, જિલ્લા વહીવટીતંત્રના સ્થાનિક અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.