ભુજનું હૃદયસ્થ હમીરસર તળાવ સોનેરી રંગરૂપ સાથે આહલાદક બન્યું, આવો જાણીએ 450 વર્ષ જૂનો ઇતિહાસ

Contact News Publisher

કચ્છમાં મેઘરાજાએ ધિંગિધારે સચરાચર મહેર કરોને જનજીવનને તૃપ્ત કરી દીધું છે. જેને લઇ જિલ્લાના મોટા ભાગના ડેમ તળાવ વરસાદી પાણીથી તરબોળ થયા છે. તો ભુજનું હ્રદયસમુ હમીરસર તળાવ પણ ગઈકાલે મૌસમ દરમિયાન પડેલા 25 ઇંચ વરસાદના પગલે ઓવરફ્લો થયું છે. વરસાદના પાલર પાણીથી છલોછલ ભરાયેલા હમીરસર તળાવએ સોનેરી રંગરૂપ ધારણ કરી લેતા અહલાદક બન્યું છે. એવા ઐતિહાશિક હમીરસર તળાવની આજે નગર અધ્યક્ષના હસ્તે ઓગણવિધિ કરવામાં આવશે. રાજાશાહી સમયના અંદાજીત 450 વર્ષ જૂનું હમીરસર તળાવ શહેરીજનો માટે ઉમંગ અને આનંદદાઈ બન્યું છે.

હમીરસર તળાવને ભુજ શહેરનું હૃદય કહેવાય છે. કારણ કે હૃદયની કાર્ય પ્રણાલી આખા શરીરને શુદ્ઘ રકત પહોચાડવાનું કાર્ય કરે છે અને રકતવાહિનીઓ દ્વારા રકત હૃદય સુધી પહોચે તેમ અલગ-અલગ આવકક્ષેત્ર દ્વારા હમીરસર તળાવમાં પાણી પહોચે છે. હમીરસર તળાવની પાણીની આવકનું આવું જ એક આવકક્ષેત્ર ચોવીસ કૂવાની આવના નામથી ઓળખાય છે. આ ચોવીસ કૂવામાં મિરઝાપર ગામની ઉત્તરે અને ભુજ શહેરની દક્ષિણે આવેલી એન્જીનીયરીંગ કોલેજની બાજુમાં આવેલા ચોવીસ કૂવાની આવવાળા ઉમાસર તળાવમાંથી પાણી વહીને હમીરસર તળાવ સુધી પહોંચે છે. રાજાશાહી વખતની બનેલી આ પ્રણાલી ખરેખર અદભૂત એવમ જોવાલાયક છે. તળાવની અંદર અને ફરતે બાગ બગીચાઑ તળાવના સૌદર્યને અનેરું બનાવી દે છે.
હમીરસર તળાવના ઇતિહાસ ની વાત કરીએ તો કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં સ્થિત હમીરસર તળાવ 450 વર્ષ જુનું તળાવ છે અને તેનું નામ ભુજના સ્થાપક જાડેજા શાસક રાઓ હમીર (1472-1524) પરથી રાખવામાં આવ્યું છે. તળાવનું બાંધકામ રાઓ ખેંગારજી પ્રથમ ‍(1548-1585) ના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમણે તળાવનું નામ તેમના પિતા હમીર પરથી આપ્યું હતું. જે તળાવ આજે ના માત્ર ભુજના શહેરીજનો માટે પરંતુ સમગ્ર જિલ્લાના કચ્છી માંડું માટે ગૌરવ અને હર્દયની ઊર્મિઓ છલકાવતું સ્થાન છે.

Exclusive News