ભુજના રાજેન્દ્રબાગ પાસે તળાવના પાણીમાંથી અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી

Contact News Publisher

ભુજ શહેરના હમીરસર તળાવની મધ્યમાં આવેલા રાજેન્દ્ર બાગ પાસેથી આજે સવારે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પાણીની સપાટી પર તરતી હાલતમાં જોવા મળેલા મૃતેદેહ વિશે ભુજ કન્ટ્રોલરૂમમાં જાણ કરાતા સુધરાઇ હસ્તકની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી કિનારે લાવ્યો હતો.

આ વિશે શહેરના એ ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરતા ઉપસ્થિત કર્મીએ જણાવ્યું હતું કે ડી કંપોજ હાલતમાં કોઇ અજાણ્યા પુરૂષની લાશ હમિરસર તળાવમાંથી મળી આવી છે, લાશને હાલ પોસ મોર્ટમ માટે જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જેની આગળની તપાસ હવે હાથ ધરવામાં આવશે. અલબત આ કિસ્સો આત્મહત્યાનો છે કે અકસ્માતનો તે તપાસનો વિષય છે.

Exclusive News