ગુજરાતમાં આગામી સમયમાં પરિવારની ઓળખ માટે બનશે ખાસ કાર્ડ, રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં લાવશે બિલ

Contact News Publisher

ગુજરાતમાં આગામી સમયમાં પરિવાર ઓળખ માટે ખાસ કાર્ડ બનાવવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં  આ અંગેનું બિલ લાવવા જઇ રહી છે. The family id act ગુજરાત વિધાનસભા સત્રમાં કરવામાં આવશે.તમામ પરિવાર માટે ખાસ ઓળખ પત્ર બનાવવાની એકટમાં જોગવાઈ રાખવામાં આવશે. આ કાર્ડની વિશેષતામાં તેમા પરિવારના તમામ સભ્યોનો ડેટા હશે. 8 ડિઝિટનો પરિવાર આઈડી આપવામાં આવશે. જેના દ્વારા પરિવારના સભ્યોની ઓળખ મળી રહેશે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ લોકોને અલગ અલગ સમય વિવિધ સર્ટિફિકેટ માટે થઈ રહેલી સમસ્યા નિવારવાનું છે.