પાકિસ્તાનની ફરી નાપાક હરકત! ડ્રોન દ્વારા ભારતમાં મોકલવામાં આવ્યું કરોડોનું હેરોઈન

Contact News Publisher

કાઉન્ટર ઈન્ટેલિજન્સ ટીમે ગુરદાસપુરના ડેરા બાબા નાનક નગર નજીક  સરહદી ગામ હરુવાલના ખેતરોમાં દાટેલા હેરોઈનના 15 પેકેટો જપ્ત કરવામાં આવ્યા  છે. ટીમે કેટલાક દાણચોરોને પણ પકડ્યા છે જેમની પાસેથી 7 લાખ રૂપિયાની ડ્રગ મની પણ રિકવર કરવામાં આવી છે. ટીમે બે કાર પણ પોતાના કબજામાં લીધી છે. કાઉન્ટર ઈન્ટેલિજન્સ અમૃતસરના ઈન્સ્પેક્ટર ઈન્દ્રવીર સિંહે જણાવ્યું હતું કે, તેમણે તેમના સૂત્રોની માહિતી પર આ કાર્યવાહી કરી છે. આ ડ્રગ પાકિસ્તાની હોવાનું કહેવાય છે.જ્યારે પોલીસને આ પાકિસ્તાની ડ્રગની જાણ થઈ, ત્યારે હરુવાલ ગામની આસપાસના ખેતરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, સર્ચ ઓપરેશન દરમિયાન એક ખેતરમાંથી હેરોઈનના 15 પેકેટ મળી આવ્યા. આ ડ્રગ્સને ખેતરોમાં દાટીને રાખવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર તેની આંતરરાષ્ટ્રીય કિંમત લગભગ 75 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળેથી ત્રણ તસ્કરોની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમની ઓળખ ગુરપિંદર સિંહ ઉર્ફે ભીંડા, નરેન્દ્ર સિંહ અને રણજોધ સિંહ તરીકે થઈ છે. તેમની ડેરા બાબા નાનકમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય તસ્કરો હરુવાલ ગામના રહેવાસી છે.