મણિનગર પોલીસે ટાબરીયા ગેંગને ઝડપી

Contact News Publisher

રાજ્યમાં અવારનવાર ચોરીના બનાવો  સામે આવતા હોય છે. અમદાવાદ શહેરના મણીનગર પોલીસે એક ટાબરીયા ગેંગની ધરપકડ કરી છે. આ ગેંગના ત્રણ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. મણિનગર વિસ્તારમાં એક મોબાઇલની દુકાનમાં ચોરી થઈ હતી જેની ફરિયાદ નોંધાતા મણિનગર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ ચોરને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં પોલીસે સીસીટીવીના આધારે આ ટાબરીયા ગેંગની ધરપકડ કરી છે. ટાબરીયા ગેંગ દ્વારા મણિનગર વિસ્તારની એક મોબાઇલ શોપને ટાર્ગેટ કરવામાં આવી હતી. આ ટાબરીયા ગેંગ મોડી રાત્રે નંબર પ્લેટ વગરની એકટીવા ઉપર ત્રીપલ સવારીમાં મોબાઈલ શોપ પહોંચ્યા હતા અને દુકાનનું શટર તોડી દુકાનમાંથી રોકડા રૂપિયા, લેપટોપ, iphone સહિતની માલ સામાનની ચોરી કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે આ ત્રણ ટાબરીયા ગેંગની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ટાબરીયાઓએ અગાઉ ઓઢવ વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. અને તેમાં પોલીસે તેની જે તે સમયે ધરપકડ પણ કરી હતી. તો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મણિનગર ઉપરાંત તેમણે તાજેતરમાં કૃષ્ણનગર વિસ્તારમાં પણ એક ચોરીને અંજામ આપ્યો હતો.

Exclusive News